________________
પ્રેમાનંદફત મામેરું? અને વિષ્ણુદાસકૃત “મોસાળું” (એક તુલના )
ભેગીલાલ જ. સાંડેસરા આપણા સાહિત્યમાં જેમ શામળના તેમ પ્રેમાનંદના અનેક પુરોગામીઓ થઈ ગયા છે અને એ બંને કવિઓ પૂર્વકાલના વાર્તાકાર તેમજ આખ્યાનકારોના અનેક રીતે ત્રણી છે, એ તે હવે પુરવાર થઈ ગયેલી હકીકત છે. શામળ કે પ્રેમાનંદની મર્યાદાઓ કે વિશેષતાઓ સમજવા માટે તેમની પોતાની કૃતિઓના અભ્યાસની જેટલી અગત્ય છે તેટલી જ અગત્યે તેમના પુરોગામીઓના અભ્યાસની પણ છે. આ દૃષ્ટિએ પ્રેમાનંદના “મામેરા’ સાથે તેના એક પુરોગામી વિષ્ણુદાસના એ જ વિષય પરના કાવ્યની સંક્ષેપમાં તુલના કરવી ધારી છે.
વિષણુદાસ ઉપરાંત બીજાઓએ પણ આ જ વિષય પર આખ્યાને લખ્યાં છે. “મામેરાના કથાનાયક નરસિંહ મહેતાએ પોતે જ લખેલું “કુંવરબાઈનું મામેરું,” ભકત કવયિત્રી મીરાંબાઈનું “નરસિંહજી કા માયરા” તથા પાટણનિવાસી કવિ વિશ્વનાથ જાનીનું મોસાળા ચરિત્ર” એ ત્રણેની ચોક્કસ અસરો પ્રેમાનંદ ઉપર પડેલી છે. આ ઉપરાંત કૃષ્ણદાસ, ગેવિંદ અને તુલસીદાસ એ પિતાના પુરોગામીઓનાં મામેરા પરનાં કાવ્યો પ્રેમાનંદે જોયાં હશે. પ્રેમાનંદના સમકાલીન હરિદાસે પણ મામેરું લખ્યું છે. આ ઉપરાંત મતીરામ, વિષ્ણુ (નાગર વિબગુરુ દાસથી ભિન્ન) તથા છેક છેલ્લે કવિ દયારામે પણ આ જ વિષય ઉપર કલમ ચલાવી છે; પરંતુ એ બધી કૃતિઓનું સમગ્ર અવલોકન ભવિષ્યની કોઈ અનુકૂળતા ઉપર મુલતવી રાખી અત્યારે તે વિષ્ણુદાસકૃત “મેડસાળું અને પ્રેમાનંદકૃત મામેરું' એ બે કાવ્યો પૂરત જ પ્રસ્તુત વિષયને મર્યાદિત કર્યો છે.
વિષ્ણદાસ ખંભાતને નાગર હતો. તેનું મોસાળું” કયારે રચાયું એની સાલ મળતી નથી, પણ એનાં બીજાં કાવ્યોનો રસાલ સં. ૧૯૨૪થી માંડી ૧૬૮૧ સુધીની મળે છે, એ જોતાં મોસાળું” પણ એ વર્ષો દરમ્યાન રચાયું હશે. આમ વિષ્ણુદાસની આ કૃતિ પ્રેમાનંદના મામેરાથી સહેજે અર્ધા–પણી સદી પૂર્વે લખાઈ હશે.
પ્રેમાનંદ અને વિષ્ણુદાસની કૃતિઓના સ્વરૂપમાં એક મૂળભૂત તફાવત છે. પ્રેમાનંદનું કાવ્ય પ્રમાણમાં વિસ્તૃત કહી શકાય તેવું–લગભગ ૬૫૦ પંકિતઓનું છે, જયારે વિષ્ણુદાસની કૃતિમાં પૂરી દેઢસો ૫કિતઓ પણ નથી. આ એક કારણ તે ખરું જ, પણ તે સિવાય, પ્રેમાનંદની રસદષ્ટિ કે કવિત્વની વાત જવા દઈએ તે પણ સામાન્ય કવનશક્તિનેયે વિષ્ણુદાસમાં અભાવ દેખાય છે, એટલે કથારસ તેમજ કાવ્યતત્ત્વ એ બેમાંથી એકે રીતે આ કૃતિઓની તુલના કરવી એ રાજા સાથે ભિખારીની તુલના કરવા બરાબર છે.
દેઢ પંકિતની નાનકડી કૃતિમાં વિષ્ણુદાસને માત્ર કથાનક જ કહી દેવાની ઉતાવળ હેય એવું લાગે છે. જુદા જુદા પ્રસંગે કે વર્ણને ખિલવવાની અથવા પાત્રોના વ્યકિતત્વનું નિરૂપણ કરવાની તેને ફરસદ નથી–કહે કે શકિત પણ નથી. આમ છતાં વિષ્ણુદાસમાં વિચારે, પ્રસંગો અને વૈર્ણનેનાં એવાં કેટલાંક રસબીજ છે, જેને પ્રેમાનંદે ખિલવ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com