________________
૩સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
- “પ્રહરી, મને કાંઈ સમજણ પડતી નથી.'
“સમજણ ક્યાંથી પડે! એ તમારા મિત્રગુપ્તદેવનાં કારસ્થાન છે. નરમેધ–ય શકેની ચિરસ્થાયી કીર્તિને માટે કરવામાં આવશે અને તેમાં રક્ત રેડાશેબત્રીશ-લક્ષણ રૂદ્રદત્ત આભીરનું!” . . . • શું શકની કીર્તિ મારા રા રેડાવાથી અક્ષણ રહેશે?”
'‘હ. અને હવે તે એક પખવાડિયા સુધી તમારો સાર આદરસત્કાર પણ થશે. જુઓ પિલા મુખ્ય રક્ષક આવ્યા!' - મુખ્ય રક્ષકે આવીને દ્વાર ખેલ્યું અને બોલ્યો, “રૂદ્રદત્તદેવ, આપ મારી સાથે ચાલે.”
શકાધીશ નહપાણ ઘણું જ ઉત્તેજિત હતા. તેઓ એક દૂતની સાથે વાત કરતા હતા.
મહારાજ, યજ્ઞમાંથી સર્વેની દષ્ટિ સમક્ષ રૂદ્રદત્ત પલાયન કરી ગયો. અમે તેની પૂંઠ પકડવા જઈએ તે પહેલાં દર્શક રૂપે આવેલા આભીરોએ ખૂબ ધાંધલ કરી મૂકી અને સૈનિકે જેમ ભીડને વિખેરવા ઈચ્છતા તેમ તેમ તે વધતી જતી હતી.”
ખરેખર એ ઘણું જ ચાલાક છે અને મિત્રગુપ્તની ખામી પ્રતિષ્ઠાનમાં એ પૂરી પાડશે.'
એકાએક એક ગુપ્તચર આવીને બેલ્યો, “મહારાજ, અમાત્ય મિત્રગુપ્તદેવને પત્તો નથી અને યજ્ઞના આચાર્ય પણ ભીડમાં અદશ્ય થઈ ગયા.'..
બીજા ગુપ્તચરે આવી કહ્યું, “મહારાજ, પ્રતિષ્ઠાનની સેના પંચવટીની પાસે આવી પહોંચી છે.”
નહપાણ એક ક્ષણ ચૂપ બેઠે. એકાએક તે બેલી ઊડ્યો, “બસ, હવે યુદ્ધ વગર બીજે ઈલાજ નથી, સેનાપતિને બોલાવે.”
સેનાપતિ આવીને મહારાજને નમ્યો અને બોલ્યો, “દેવ, તમારા કષાધ્યક્ષ કહે છે કે રાજભંડારની લક્ષ્મી દેવાલય બંધાવવામાં વપરાઈ ગઈ છે અને હવે સેનાને આપવાને યોગ્ય ધન નથી.'
( પિતાની કીર્તિની અક્ષુણતાને માટે રૂદ્રદત્તનું રક્ત રેડવાની આશા સેવનાર કાધિપને પિતાનું રત રેડવાથી પણ શકોની શ્રીની રક્ષા થતી લાગી નહીં.
“ઇંદ્રસેન, તે ખરેખર સાતવાહનની કીર્તિ અક્ષણણ રાખી છે. મિત્રગુપ્તદેવ, આજે સમસ્ત આર્યાવર્ત ઉત્સવમમ છે અને શકના પરાજયના ઉપલક્ષ્યમાં જે ન સંવત ચાલુ થાય છે તેમાં તમારું કાર્ય ઉત્તમ ગણાશે.' સમ્રાટ શકારિ વિક્રમાદિત્ય ગૌતમીપુત્ર સાતકરણ બેલા.
રૂદ્રદત્ત બોલ્યો, “સમ્રાટ, આજે મારા તામ્રગિરિ અને મયૂરગિરિની પુનઃ સ્વતંત્રતા જોવાનું ભાગ્ય જે મને મળ્યું હોય તે તેને માટે હું ઈદ્રસેન અને આચાર્ય મિત્રગુપ્તદેવને આભારી છું.’
સમ્રાટ વિક્રમાદિત્યની જય'ના જયઘોષે ચાલુ હતા અને ભરૂકચ્છના કાટના પરકેટ પર અસંખ્ય દીપમાલિકાઓ એ વિજયની સૂચના સર્વને આપતી હતી. | નર્મદાનાં નીર પણ સ્વતંત્ર ભારતના ઉલ્લાસમાં ભાગ પડાવવાની ચેષ્ટા કરતાં ભરૂકરછના દૂર્ગ નીચે કલેલ કરતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com