________________
૩૧૭ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ તેને ઊભવાને યુરોપભૂરમાં ક્યાંય સ્થાન ન મળ્યું. છેવટે દૂર રહેલા મેસીએ તેની વિનંતી સ્વીકારી, તેને વસવાને સ્થાન આપ્યું, પણ અતિથિનું સંરક્ષણ તે તેનાથી પણ ન જ થઈ શકર્યું, ને ગયા ગઢમાં ખૂની હુમલાને ભોગ બનીને એ અતિચિ એ જ ભૂમિ પર સૂતો.
તેના પ્રત્યે મૂડીવાદી ને શાહીવાદી સંસ્થાઓને ને વ્યક્તિઓને કેટલું ઝેર હતું તેને ખ્યાલ, જે બ્રિટીશ મંત્રી એસ્ટીન ચેમ્બરલેનના નામ પર નોંધાયેલા શબ્દો સાચા હોય ત, એક વાક્યમાંથી જ મળી રહે છે. તેમણે જીનીવામાં રશિયાને તુચ્છકાર કરતાં એમ કહેલું કહેવાય છે કે, “જે રશિયાએ ટસ્કીને હજી મારી નથી નાંખ્યો તેની સાથે હું વાત પણ કરવા નથી માગતો.” ': હિંદી પ્રજોમાં એને ખૂબ જ રસ હતો. રશિયાથી દેશનિકાલ થતી વખતે અભ્યાસ ને વાંચન માટે તે હિંદને લગતાં સંખ્યાબંધ પુસ્તકે સાથે લઈ ગયેલો, પણ અધવચથી જ તે ચેરાઈ ગયાં. હિંદુ પ્રજાને તે જગતની સર્વોત્તમ પ્રજા તરીકે સન્માનતે. તેની આત્મકથા અને મૃત્યુના છેડા જ મહિના અગાઉ તેણે નામાંકિત હિંદી પત્રકાર ચમનલાલને આપેલી મુલાકાતના અહેવાલથી જણાય છે કે તેને હિંદી રાજાઓ, મહાત્માજી તથા હિંદની સવિનય ચળવળ પ્રત્યે એગ્ય આદર નહે.
પરાજિત
દેવજી રા. મેઢા
દીવ થયો, ત તણી સરાગ લીલા મંહી નિશ્ચય મેં નિહાળે અંધાર ફેડી વિજયી બનીને પ્રકાશનું શાસન સ્થાપવાને.
ઝે અકેલે નિજ તૈક હાથે અંધારના સૈન્ય સહે, તથાપિ છતી ગયે દીપક જુદ્ધ માંહે અંધારને સજજડ થાપ આપી. એ હારને ઘા નીવડયો અસહ્ય, અંધાર ખૂણે જઈને છૂપાયે; ધૂળે મળ્યા જોઈ બધા ઉપા શાચી રહ્યો અંતરમાં અતિશય ! એને હવે દીપક ઠારી નાંખતી જેવી રહી રાહ સમીર-મૂંકની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com