________________
હાસ્ય બિન્દુ
એરિયા જોશી મુંબઈના એક આલિશાન મકાનના પાંચમા માળે એક ક્ષેત્રે ફેટોગ્રાફી-ટુડિયોના દ્વાર પર ઘંટડી વાગી.
ટુડિયોના માલિક અરે! યુસુફ, જરા જુઓ તે બહાર કોણ છે?
યુસુફે બહાર જોયું પણ કોઈ નજરે ન પડયું, જેથી ઠેઠ હેઠલે માળે ગયો. ત્યાં પણ કોઈ ન દેખાયું. તેથી સરિયામ રસ્તા પર ગયો. ત્યાં એક ગૃહસ્થ યુસુફ પ્રતિ તાકી ઉભા હતા. તેને મળી યુસુફ પાછો ઉપર આવ્યો અને માલિકને કહ્યું: “સાહેબ ! ગઈ કાલે અહીંથી જે ગૃહસ્થ ફેટા પડાવી લઈ ગયો છે, તે ગૃહસ્થ પાછો આવ્યો છે, અને કહે છે કે મારે શેઠનું જલ્દી કામ છે માટે શેઠને નીચે બેલાવ.'
માલિક-શું તે તેને ઉપર આવવા ન કહ્યું?
યુસુફ–મેં તેને અહીં આવવા ઘણું જ સમજાવ્યા હતા, પણ તે તમને જરૂરી કામ હાઈ જવાની હઠ પકડી નીચે બેઠા છે.
માલિક પાંચમા માળેથી ઠેઠ નીચે જ્યાં પેલા ગૃહસ્થ ઊભા હતા ત્યાં રસ્તા પર ગયાં, અને હાથમાં હાથ મીલાવી બોલ્યા-કેમ શું કામ છે? ઉપર પધારેને.”
ગૃહસ્થ–નહિ. તમે પાડેલા ફટાઓ ઘણું જ ખરાબ છે, જેથી આપને પાછા આપવા, અને તેના પૈસા પાછા લેવા આવ્યો છું.
માલિક–ઘણું જ સરસ! મને લાગે છે કે મારા કાઈ બેવકૂફ માણસે ભૂલથી તમને ખરાબે પ્રીન્ટસ આપી દીધા છે, માટે તમે મહેરબાની કરી ઉપર આવે અને તમારા સારા, સ્વચ્છ અને સાફ ફોટાઓ લઈ જાઓ.
લીફટ હોવા છતાંયે માલિક “જેવા સાથે તેવા થઈ પેલા ગૃહસ્થને પગથિયાં દ્વારા ઠેઠ પાંચમે માળે લઈ ગયા પછી બેલા-“માફ કરજે! હું તમને ભૂલથી ઉપર લાવ્યો છું. તપાસ કરતાં તમારા સારા ફટાઓ કઈ બેવકૂફે ખરાબ કરી નાખ્યા છે, જેથી જે ફોટાઓ તમને આપ્યા છે તે બરાબર છે માટે મૂંગા હેઠા ઊતરી જાઓ.’
[ પેલા ગૃહસ્થ વીલે મેઢે પાંચમે માળેથી હેઠળ ઊતરી રસ્તે પડી ગયા.]
ગામડિયો–[ પાડેલી છબી જોયા પછી] છબી તે ઠીક પાડી છે, પણ મેં જે લુગડાં પર અત્તરની આખી બાટલી ચોપડી હતી તેની ગંધ આ ફેટામાં કાં ન આવે?
ફોટોગ્રાફર—[વિચાર કર્યા પછી] સારું, એ સુંગધી ફેટ જોઈ હશે તે બે રૂપિયા વધુ પડશે.
ગામડિ–શું તમે ધૂતવાની દુકાન માંડી છે? બાટલીની કિંમત દેઢ રૂપિયે છે ને તમે છબીના બે રૂપિયા માગે છે? શરમાતા નથી?
ફોટોગ્રાફર–હશે! ભાઈ સાબ ! ત્યારે દેહ રૂપિયાની અત્તરની બાટલી બજારમાંથી લઈ આવે. હું તમને દોઢ રૂપિયામાં સુગંધી ફટાઓ આપીશ.
[ ગામડિયે બજારમાં અત્તરની બાટલી ખરીદવા ગયે. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com