________________
હટલર અને નારી
ચીમનલાલ સંઘવી
સંતાન, પાકગૃહ, ધર્મ, કલા સ્વીકારી, પામીશ તુ પુરુષદેવ–સુભાગ્ય નારી; ધંધો, બહિબ્રમણ, નોકરી છોડ, તારું કર્તવ્યધામ ગૃહમંદિર બહેન ! ચારૂ.
હીટલર “જગત પ્રગતિ સાધી રહ્યું છે, અને તેમાં સ્ત્રી પુરુષ સમોવડી બની રહી છે!'– એવા વાણીવિહાર હિંદમાં આજે સહજ થઈ પડયા છે. તે પ્રસંગે વિજયની પરંપરાઓથી આધુનિક જગતને ચમકાવી મૂકનાર એક રાષ્ટ્ર ને તેના સ્વામીએ નારીવર્ગને ક્યા માર્ગ દેરીને એ સિદ્ધિ મેળવી છે તે જાણવું એગ્ય થઈ પડશે.
પ્રકૃતિથી હીટલર શરમાળ છે. તેનામાં પુરુષતત્વનાં મુખ્ય લક્ષણો-કઠેરતા કે સ્ત્રીઆકર્ષણ નથી; સ્ત્રીતત્વની સુકુમારતા નથી. અનેક પ્રસંગે તેને દાનવ બનવું પડયું છે પણ કહેવાય છે કે તેવા સમયે તેની આંખોમાંથી પુરુષને અણછાજતાં આંસુ જx વહ્યાં છે; નાનપણથી માંડી તેના સરનશીનપદ સુધીમાં અનેક સ્ત્રીઓએ તેને મેહમાં આંજી નાંખવા પ્રયાસ કર્યો છે, છતાં તે તેમનાથી દૂર જ ભાગ્ય છે; માંસ, મદિરા, મત્સ્ય ને મૈથુન એ ચાર મકારે તેના જીવનને સ્પર્શ પણ નથી કર્યો. પરિણામે જર્મનીમાં તેને સ્ત્રી-પુરુષ બંને તવેથી પર અને અર્ધદેવ તરીકે ગણવામાં આવે છે. એટલે સ્ત્રીઓ સંબંધમાં તે જે કંઇ કહે છે તેને પુરૂના વચન તરીકે નહિ પણ, હિંદમાં અગાઉ ત્રષિવરોનાં વચન સ્વીકારી લેવાતાં તેમ, ઈશ્વરી આદેશ તરીકે સ્વીકારી લેવાય છે. આધુનિક સંસ્કૃતિની જાળમાં ફસાયેલી સ્ત્રીને તે તેના પવિત્ર માર્ગ ઝડપથી પાછા વળવાને આદેશ આપી શકે છે, અને વધુમાં વધુ શિક્ષિત એવી વીસમી સદીની જર્મન વનિતાઓ તેના એ આદેશને પ્રેમપૂર્વક સ્વીકારી લે છે તે તેના એ કહેવાતા દૈવતને આભારી છે.
ન્યુરેમ્બર્ગમાં હીટલરને સંદેશે સાંભળવાને સમસ્ત જર્મનીમાંથી સ્ત્રી–પ્રતિનિધિઓ તરીકે આવેલી લાખે વિદુષી સન્નારીઓ સમક્ષ બેલતાં તેણે કહેલું કે, “ હું તમને વિદ્યાપીઠમાં
* હીટલરે નારીની ફરજો અને તેનાં કર્તવ્ય ક્ષેત્ર તરીકે, આધુનિક જર્મનીના ત્રણ કકાર [ Kinder-Kirche-Kuche; સંતાન, મંદિર, ચૂલે ] ને અનુસરી, ચૂલે, વાસી દં, મંદિર, મે બાલઉછેર જણાવેલ છે. તેને અંગ્રેજી અનુવાદ નીચે પ્રમાણે થયે છે
* Take hold of kettle, broom and pan Than you'll surely get a man !' and 'Shop and office leave alone,
Your true life-work lies at home.' * We can always get Adolf to weep. Goering
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com