________________
ર
સભ્યપરિચય મીની
!
*
પૂર્વ અને પશ્ચિમનાં નૈતિક – [ શ્રી. સયાજી સાહિત્યમાળા-પુષ્પ ર૬મું] અનુવાદક : શ્રી. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, પ્રકાશક–આર્ય સુધારક પ્રેસ, વડોદરા. કિંમત ૨-૩-૦.
પ્રો. કેનેથ સેન્ડર્સના “Ideals of the East and West'નામે તુલનાત્મક (?ખ્રિસ્તી દષ્ટિએ) નીતિદર્શનના ગ્રન્થ પરથી તૈયાર થયેલે આ અનુવાદકેવળ અનુવાદ–દષ્ટિએ તે આવકારપાત્ર છે. ધર્મ અને નીતિશાસ્ત્રને ગ્રન્થ છતાં, ભાષા એટલી સરળ અને અખલિત રહી છે કે, સામાન્ય વાચકનું મન પણ તે અંત સુધી પરોવી રાખી શકે તેમ છે.
મૂળ લેખકે સ્વ. શ્રીમન્ત સયાજીરાવની પ્રેરણાથી આ ગ્રંથ તૈયાર કરેલ હોઈ તેને અનુવાદ “સયાજી સાહિત્યમાળામાં પ્રગટ થાય છે તે સાહિત્યમાળાને માટે તે સન્માનને જ વિષય લેખાય. પણ આખા ગ્રંથમાં સુત્રરૂપે વણાઈ જતી વિચારધારા હિદને કે હિંદુઓને લાભકર્તા હેવાને સંભવ ઘણો ઓછો છે.
મૂળ લેખક ખ્રિસ્તી છે એટલે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે તેમને અનુરાગ હેય એ સ્વાભાવિક છે. અને ખ્રિસ્તી ધર્મ અને ઈસ પ્રત્યે ભક્તિભાવથી ઊભરાઈ જતાં ૧૧-૧૨ પ્રકરણ એનું પ્રમાણ છે. તેમાં જણાવાયું છે કે “ઈસુ ખ્રિસ્તે કહેલા નીતિસિદ્ધાંતે સર્વને ગ્રાહ્ય થાય તેવા છે. તેથી તેની સર્વદેશીયતા સિદ્ધ થાય છે. બધા ખ્રિસ્તીઓ તેને આદર્શ તરીકે સ્વીકારે છે એટલું જ નહિ પણ, માનવજાત જ્યાં વસવાટ કરતી હશે ત્યાં ઈસુ આદર્શ તરીકે ગણાશે.”
આ ઉપરાંત તેઓ હિંદ, ચીન અને જાપાનની સંસ્કૃતિમાં ખ્રિસ્તી ધર્મના પ્રભાવે જ સુંદર પરિવર્તન આણેલ હોવાનું જણાવે છે. મહાત્મા દેવ શ્રી કૃષ્ણ નથી, પણ ઈસુ ખ્રિસ્તને વધારે મળતા આવે તેવો કઈ છે (૭૧)..... જ્યારે ખ્રિસ્તી આદર્શથી ચીનની જાગૃતિ થઈ અને ઈશ્વર તથા માનવપ્રેમ જમ્યાં (૧૧૨)..જાપાનની મુખ્ય સામાજિક માન્યતા. ખ્રિસ્તીઓની અસરથી વધારે ઊંચી અને ઉદાર બની છે (૧૯૩)” અને જાપાની ખ્રિસ્તી પ્રચારક ડો. કાગ્યાની મહત્તા અને તેમના અભિપ્રાયો વર્ણવતાં જણાવે છેઃ “કોસ વિજય પામે છે અને પામશેજ. ચીનમાં અને જાપાનમાં ખ્રિસ્તી ધર્મ વિજય પામ્યો છે (૧૯૯).’
ખ્રિસ્તી ધર્મની આવી મહત્તા વર્ણવીને જ લેખક નથી અટક્યા. હદના ધર્મોને તેમને અભ્યાસ દર્શનશાસ્ત્રના સામાન્ય વિદ્યાર્થી જેટલું પણ નથી; શ્રીકૃષ્ણના યુગની પણ તેમને ખબર નથી જણાતી; ગૌતમબુદ્ધ ને મહાવીરના સંબંધો ને ભગવાન મહાવીરના વ્યક્તિગત જીવનનો પણ તેમને ખ્યાલ નથી; હિંદુ ધર્મની વિશાળતાને તેઓ સમજી શક્યા નથી; ખ્રિસ્તી ધર્મપ્રધાન આધુનિક જગતમાં વધુમાં વધુ અનીતિ અને હિંસા છતાં વધારેમાં વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com