Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ ૩૨૪ સુવાસ ડીસેમ્બર ૧૯૪૦ * ૧૮૦૦૦ ફીટ ઊંચી ખુન પર્વતમાળામાં ટોચુગ નામે એક મઠ આવેલ છે. તે મને ખર્ચ અંગે તે પર્વતમાળામાં આવેલી ગંધકની ખાણો ભેટ ધરવામાં આવેલી છે. તે મઠમાં પહોંચતાં મેં મઠાધિપ લામા ચેશેને એ ગંધકની ખાણો મને જેવા દેવાની વિનંતિ કરી. લામાએ મારી વિનંતિને સ્વીકાર કર્યો એટલું જ નહિ, ખાણે બતાવવાને તે પોતે પણ મારી સાથે આવ્યા. રસ્તે અમારે અંધકારથી ઊભરાતી લાંબી લાંબી સંખ્યાબંધ ગુફાઓમાંથી પસાર થવાનું હતું. હું તે પહેલી ગુફામાં પ્રવેશતાં જ ગભરાઈ ઊઠય. પણ લામાએ કહ્યું, “ ડરો નહિ, પ્રકાશ થશે.” ને લામાએ જમીન પરથી કંઈક ઊંચકી અવાજ કર્યો ને આખી ગુફા તેજથી ઝળહળી ઊઠી. તેના પ્રકાશમાં મેં જોયું તે જણાયું કે લામાના હાથમાં એક લાકડાની મોગરી હતી અને તે વતી તેણે ચાંદીના તારથી ગૂંથેલા ને પાસે લટકતા પિત્તળના એક ચકચકતા વંટ પર પ્રહાર કર્યો હતો; પ્રહાર થતાં જ તે ગુફામાં વીશ વીશ ફૂટના અંતરે છ સાત દીપ પ્રગટી નીકળ્યા ને થોડીક પળોમાં જ દરેક દીપકમાંથી ૫૦૦ કેન્ડલ પાવર જેટલું તેજ છૂટવા લાગ્યું. દી૫કની સમક્ષ જઈ મેં તપાસ કરવા માંડી તે જણાયું કે લાકડાની પાંચ ફૂટ ઊંચી થાંભલીને કાટખૂણે પિત્તળની તાર જોડે હતો. તે તારને એક ફૂટ વ્યાસની ને અડધા ઈંચની જાડાઈની લીલી ધાતુની એક થાળી વળગેલી હતી. તે થાળી પર ચાર ઈચ વ્યાસનો. એક બિલેરી પત્થર ઝગમગતે હતો. આસપાસ સેનાના તાર ગૂંથેલા હતા. આ સંબંધી લામાને પૂછતાં એટલું જ જાણવા મળ્યું કે આ ગોઠવણ સૈકાઓ પૂર્વે થયેલી છે. ધંટ પર પ્રહાર થતાં વનિનાં મજા લીલી થાળીને સ્પર્શ કરી તેને ગતિ આપે છે ને પરિણામે પત્થર ઝગમગી ઊઠે છે. જે ઘંટ પર લાકડાને બદલે ધાતુની મગરીથી પ્રહાર કરવામાં આવે તે પ્રકાશ એટલે તીવ્ર બને કે માનવ–આંખો તે સહી પણ ન શકે. પ્રકાશની ગમે તેટલી વિપુલતા છતાં ઉષ્ણતાનું નામ પણ નહિ. આ રીતે જુદી જુદી ગુફાઓમાં દીવા પ્રકટાવતા અને છેવટે ગંધકના તળાવની નજીક જઈ પહોંચ્યા. તેને ઘેરા લગભગ ૧૦૦x૬૦ ફૂટને હતો. તેની વ્યવસ્થા પણ અદ્દભુત રીતે જળવાતી હતી. તિબેટની અલૌકિક ભૂમિમાં આવા આવા તે મને અગણિત પ્રસંગે સાંપડ્યા છે. પ્રાણીઓ રૂપે ફેરવાઈ જવાની માનવશક્તિ, પ્રેતાત્માઓને ઉપયોગ, ઉડ્ડયન શક્તિ, યોગિક ચમત્કારે, અદ્દભુત બળ ધરાવતાં હમમાન, જંગલેમાં યમદૂતના અનુભ-પણ એ બધું વર્ણવવાની મારી હિંમત નથી ચાલતી. છતાં તિબેટના દીર્ધાયુષ ને આરોગ્ય સંબંધમાં તે માટે કંઈક કહેવું જ જોઈએ. - કર્મોની ઉંમર ૨૦૦ વર્ષની ગણાય છે. તે ઉપરાંત હું જે જે લામાઓને મળ્યો છું તેમાંથી એકની ઉંમર ૧૬૦ ની તે બીજાની ૧૪૭–એ આંકડા મારી સ્મૃતિમાં જડાઈ ગયા છે. મને મળેલ લામાઓમાં સૌથી નાનામાં નાનાની ઉંમર ૧૨૦ ની હતી. - પ્રજાનું આરોગ્ય પણ એવું જ છે. ત્યાં નથી દાક્તરે, નથી દવાખાનાં, છતાં કે પણ સ્થળે રોગથી પીડાતાં માને નથી જણાતાં. કવચિત કયાંક રોગ દેખા દે છે તે લામાઓ પિતાની અદભુત ને પ્રેમભરી સારવારથી તેને તરત જ દૂર કરી દે છે.? - આ રીતે એ ચમત્કારભૂમિનાં દર્શન કરી હું નવસંસ્કૃતિનાં બણગાં ફૂંકતી યુરોપીય ભૂમિ પર પાછો ફર્યો. મેં મારા અનુભવે જગતને જણાવવા કમર કસી પણ ઘણાએ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54