________________
જીવન ઝરણ
મા
વત્સદેશમાં, અવંતીપતિની દુહિતા વાસવદત્તાનું હરણ કરી જનાર વીર ઉદયનનું શાસન ચાલતું હતું. એક સમયે કમભાગ્યના પંજામાં સપડાયેલી અંગની રાજકુમારી પ્રિયદર્શિકા ગુણવેશે એ ઉદયનની મહારાણી વાસવદત્તાને શરણે આવી. ત્યાં કોઈક પ્રસંગે ઉદયનની નજર પ્રિયદર્શિકાની મનોહર દેહલતા પર પડતાં તે પ્રેમવિળ બન્યો. પણ વાસવદત્તાને
ટું લાગશે માની તેણે મન પર કાબૂ જમાવ્યો. * એક સમયે વાસવદત્તાએ તેની એક વિદુષી સખીએ લખેલા “વાસવદત્તા હરણ' નાટકને, કુલીન સન્નારીઓને માટે, રાજમહેલની રંગભૂમિ પર ભજવવાને પ્રબંધ કર્યો. તેમાં વાસવદત્તાને પાઠ પ્રિયદર્શિકા ભજવવાની હતી, ઉદયનને પાઠ તેની સખી મનેરમા લેવાની હતી. પણ ઉદયન ને પ્રિયદર્શિકાના પરસ્પર પ્રેમને પારખી ગયેલી મનોરમાએ ઉદયનને આ તક જતી ન કરવા લલચા. મને રમાને બદલે ઉદયન પિતેજ રંગભૂમિ પર આવે તે તેની નેહભૂખ સંતોષાય, વાસવદત્તાનો પણ લાગણીઓ ને દૂભાય.
ઉદયનને એ સલાહ સુચી ગઈ ને તેણે પ્રિયદર્શિકાની સાથે અદ્દભુત કામ કરી બતાવ્યું. પણ અંતમાં એક મૂર્ખની ગફલતથી વાસવદત્તા વસ્તુસ્થિતિ પારખી ગઈ. ને ન્યાયમંદિરમાં ફરિયાદે જવાને બદલે તે રંગભૂમિ પર ચડીને ઉદયનના પગ પર માથું મૂકતાં બેલી. ' “દેવ, મને રમા ધારીને અત્યારસુધી તમારા ચરણ પર માથું ન મૂકી શકી, તે માટે પશ્ચાત્તાપ થાય છે. ક્ષમા બક્ષી શકે તે જ મને શાંતિ વળશે.” ' ઉદયન લજજાથી લેવાઈ ગયે. પણ ઉદયન-પ્રિયદર્શિકાના નેહને ઓળખી ગએલી વાસવદત્તાએ અંતમાં જાતે જ પ્રિયદશિકાને હાથ ઉદયનના હાથમાં મૂક્યો.
" અકબરે એક સમયે મહાકવિ પૃથ્વીરાજને કહ્યું, “કવિ, તમે હિંદુઓ જ્ઞાનની વાતો તે ખૂબ મોટી મેટી કરે છે. કહે જોઈએ તમારો સ્વર્ગવાસ ક્યારે અને ક્યાં થશે ?”
કવિ આ પ્રનથી ચમક્યા. પણ બીજી જ પળે હિંદુ વીર પ્રતાપને બચાવી લેનાર એ કવિની દૃષ્ટિમાં તેજ ઊભરાયું, ને તે શાંતિથી બોલ્યા, “રાજન આજથી છ મહિના વીતતાં હું મથુરાના વિશ્રામ-ઘાટ પર પ્રાણ છોડીશ.”
અકબરનું હૈયું હર્ષથી ઊભરાવા લાગ્યું. હિંદુ કવિની વાણીને બેટી પાડવાને તેને આ સુંદર મેકે મળી ગયો હતો. તેણે બીજે જ દિવસે કવિને રાજકીય કામના બહાને અટકની પાર મોકલાવી દીધા ને કવિ જ ખાસ બાદશાહી ફરમાન સિવાય સરહદ ઓળંગવા જાય તે તેમને કેદ કરવાની તેણે અમલદારોને સૂચના મેકલાવી. I કંઇક સમય વીતતાં એક વાઘરી ચક્રવાકનું એક યુગલ પકડી લાવ્યા. એ યુગલ મનુષ્યવાચા બેલતું હોઈ અકબરે તેને જાતે જોવાની ઈચ્છા દર્શાવી. ને જયારે એ યુગલે મનુષ્યવાચામાં અકબરની પ્રશંસા કરી ત્યારે કવિ ખાનખાનાનને આનંદની ઊર્મિ ઊછળી આવતાં તેણે એ યુગલનું સન્માન કરતાં કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com