________________
અવશેષ-૩ર૩ કેટલાક મહિના કર્મોની સાથે ગાળી હું મેરૂમો લાવા પહોંચ્યો. ત્યાંના મઠાધીશ પેઝ લામા સાથે પણ મારે મીષ્ટ સંબંધ બંધાયો. એક સમયે તે મને એક અદભુત ગ્રન્થ બતાવતો હતા. તે વખતે અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ તેણે પોતાના ઝબ્બામાંથી બે ઇંચના વ્યાસની ને આઠેક ઈચની લંબાઈની એક ભૂંગળી કાઢી. તેની એક બાજુના ઢાંકણાને ખોલી નાંખી તેણે તે ભૂંગળીને પોતાના કાન પર ધરી. તે પછી બીજું ઢાંકણું ખેલી તે તે ભૂગળીમાં કંઈક બોલ્યો. પછીથી તેણે શું કર્યું તે સંબંધી મેં ખુલાસે પૂછતાં તે બોલ્યો કે ૨૦૦ માઈલ દૂર રહેલા ઝગન એરા પર્વત પરના મઠાધિપતિ એવા પિતાના નાના ભાઈએ તેને અધ્યાત્મ–વિષય પર કંઈક પ્રશ્ન પૂછેલે ને તેણે તેને ઉત્તર આપો. પાછળથી મેં કર્મોને જ્યારે આની કરામત પૂછી ત્યારે તે બોલ્યાઃ
“એ તે એક સામાન્ય યાંત્રિક પ્રક્રિયા છે. તેને અમે “સંદેશવાહક યંત્ર' ના નામે ઓળખીએ છીએ. એવાં યુગલ-યંત્રો સહેજે તૈયાર થઈ શકે કે જેમાં એકમાંથી નીકળેલો ધીમે પણ અવાજ જગતના કોઈ પણ ભાગમાં રહેલા તેના બીજા જોડીદાર દ્વારા સાંભળી શકાય.”
તિબેટના જુદા જુદા ભાગો જોઈ લેવાની ઇચ્છાથી હું એક પ્રસંગે ગોથે લાવામાં જઈ પહોંચ્યો. ત્યાંના મઠાધિકારી લામા સાથે પત્ય વિજ્ઞાનશક્તિની વાત નીકળતાં તેણે કહ્યું કે, “દુશ્મનોના સામના વચ્ચે પણ અમારા પૂર્વજો થોડા જ દિવસોમાં સાગર પર સેતુ બાંધી શકતા.”
આ વાત પર શ્રદ્ધા ન બેસતાં તેણે મને વેલનું એક નાનું મૂળ બતાવી તેને રાસાયણિક દ્રવ્યોથી ભરેલા માટીના એક કુંડમાં મૂકી દીધું. બીજે દિવસે એ મૂળ લઈ તેણે તે બે ખકાની વચ્ચે આવેલ ત્રીસ ફૂટ પહોળા એક ઝરણને કાંઠે ઊંડું રોપ્યું. બીજ વાવ્યાને અડધે કલાક માંડ થયો હશે એટલામાં તે તે જ્યાં વાવેલું ત્યાંથી ઝડપથી ઊગી નીકળતી વલે આસપાસ પથરાઈને નવાં મૂળ નાંખવા લાગી. લામાએ મને તે વેલને એકબીછમાં પરોવવાની સૂચના કરી. તે પ્રમાણે કરીને અમે પાછા ફર્યા. તે પછી પાંચેક દિવસ સુધી હું તે વેલેને બેહદ સંખ્યામાં આસપાસ પથરાઈને સામા ખડક સામે ધસતી જોઈ રહ્યો. ને એક અઠવાડિયામાં તો એક સુંદર પૂલ થઈ ગયો. એ પૂલ પર લામાએ પાસેના ગામડાનાં સાતઆઠ માણસેને નાચકૂદ કરવાનું સૂચવી મને તેની અભેદ્યતા બતાવી. આ સમયે રામાયણમાં સેતુબંધનો પ્રસંગ મારા મનમાં તરી આવ્યું. હું આ પૂલ સામે આશ્ચર્યમુગ્ધ નયને જોઈ જ રહ્યો.
એમાં અપૂર્વ કંઈજ નથી” લામાએ મારી સામે જોઈ હસીને કહ્યું, “અમારા પાસે એવી તે અગણિત વિદ્યા છે. પણ અમે સ્વાર્થમાં એનો ઉપયોગ નથી કરતા, કપાત્રનો એને સ્પર્શ નથી થવા દેતા. તમારી મર્યાદાહીન વિજ્ઞાનશક્તિ તમારા પર સંહારતી આગ વર્ષાવશે, અમારે મન અમારી આ શક્તિ માતા છે. અમે ધારીએ તો આ કરતાં પણ વધારે અભેદ્ય ને ભવ્ય સેતુ બાંધી શકીએ તેમ છીએ. પણ તમારી જેમ અમે કુદરતને કૃત્રિમતાથી લાદી દેવા નથી માગતા. જરૂરી સંયોગોમાં અમે આ સેતુ બનાવીએ છીએ. પણ પછી બીજા રસાયણમાં બળેલું એક તીર સેતુમાંની મૂળ વેલમાં બેસતાં જ બધી વેલ ખવાવા માંડે છે ને એક-બે દિવસમાં તે પૂલનાં પાદડાં હવામાં ઊડી જાય છે.” તે લામાએ એ જ દિવસે મને આ પૂલની પણ એજ દશા બતાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com