Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ તિબેટની ચમત્કારિક સંસ્કૃતિના અવશેષ - પૉત્ય-એ શબ્દના સ્મરણ સાથે જ મારાં અંગેઅંગમાં એક મધુર ઝણઝણાટી પ્રસરી જાય છે. મને થાય છે કે હું એ ભૂમિમાં જન્મ્યો હેત તે કેવું સારું. સાત સાત હજાર વર્ષ પૂર્વે પણ જે સ્વર્ગની સ્પર્ધા કરતી, જેને આંગણે સંસ્કારની નિર્મળ સરિતાઓ વહતી, જેની ગેદ જગતના એકે એક ધર્મપ્રવર્તકને મીઠી લાગી છે; વિજ્ઞાન તેના વિશુદ્ધ રૂપમાં જ્યાં આજ કરતાં પણ અધિક્ટર ખીલ્યું હતું–તે ભૂમિ ને તે યુગને હું વારસ હેત તે મારું હદય પ્રતિદિન પુલક્તિ રહેત. હું એક યુરોપવાસી છું. અમારાં વૈજ્ઞાનિક યંત્રોએ મારાં નેત્રની રોશની વર્ષો થયાં હરી લીધી છે. આ ભૂમિના ધમંડથી મારું હૈયું ઊકળી રહ્યું છે. પર્વાત્ય ભૂમિની કઈક દિલહર શાંત ગિરિમાળામાં પૂર્વના ઋષિવરાની જેમ જીવનના બાકી દિવસો વિતાવવાનાં હું સ્વપ્ન સેવું છું. - ને એક સવારે અને સમાચાર મળે છે કે તિબેટની ગિરિકંજોમાં હજી એવા ઋષિવરે વસે છે કે જેમની પાસે એમની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો જળવાઈ રહ્યા છે, જેમનું વૈદકીય જ્ઞાન અદભુત છે. નેત્રની એલવાયેલ રોશનીને ચેતાવવાનું તો શું પણ કોઢ, કંઠરોગ કે ક્ષય જેવાં જીવલેણ દર્દીને મીટાવવાનું પણ એમને માટે સહેજ છે. મારું મન રોમાંચ અનુભવે છે. તિબેટઃ આધુનિક સંસ્કૃતિની ઈજાળથી અળગો રહેલો જગતભરને એક માત્ર દેશ-જ્યાં તાર નથી, ટેલીફોન નથી, આગગાડી નથી, છાપાંઓ નથી, કન્યાશાળાઓ નથી–તેનાં દર્શન માટે હું ઉત્સુક બનું છું. પર્વાત્ય પ્રેમના કારણે મને એ ભૂમિને કેટલેક પરિચય તે છે. તે પરિચયને ઉપયોગ કરી મારી આંખનું નૂર પાછું મેળવવાની અને પવિત્ય સંસ્કૃતિના અવશેષોને નજરે નિહાળવાની મારામાં તાલાવેલી જન્મી છે. મિત્રોની મદદથી હું તિબેટની સરહદ–સેમુ ખીણ પર પહેચું છું. તિબેટની પ્રજા જાસૂસોને કે કુટિલ સ્વાર્થીઓને તરત ઓળખી જાય છે ને તેવા પુરુષો એ ભૂમિમાંથી પાછા પણ નથી કરતા. પણ જેમનામાં જિજ્ઞાસા, શાંતિ ને સદભાવ હોય છે તેમને તેઓ સત્કારે છે. તેવાઓને ત્યાં મિત્ર પણ મળી રહે છે. મને પણ એવા બે તિબેટિયન મિત્ર મળી ગયા. તેમણે મને આંખોની રોશની ફરી બક્ષી શકનાર સંન્યાસી ઝર્મોનું નામ ને તેના નિવાસસ્થળનો પત્તો આપો એટલું જ નહિ, પણ તેઓ મારા સાથી બન્યા. - અનેક મુશ્કેલીઓ વેઠીને અમે પર્વતમાળાઓથી વીંટળાયેલ ગાર્થના મઠમાં પહોંચ્યા. ત્યાંના મઠાધિપ ચંદુએ અમને દૂર રહેલા સંન્યાસીના નિવાસસ્થળને વિગતવાર પરિચય આપતાં કહ્યું, “બે મહિના સુધી તેમને તેમની મુલાકાત મળવાને સંભવ નથી.”, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54