________________
-
* *
* *
જૈન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણ ૧૦ વિક્રમની ૧૬મી સદીમાં
રધુવંશ-ટીકાઓ જિનપ્રભસૂરિની પરંપરામાં થયેલા જે વાચનાચાર્ય ચારિત્રવને ર્વિસ ૫૫ માં શિન્દરમકર કાવ્ય પર, વિ. સં. ૧૫૧૧ માં નૈષધકાવ્ય પરે અને શિશુપાલવધ કાવ્ય પર વિસ્તૃત ટીકાઓ રચી હતી, તેમણે શ્રીમાલવંશી શાહ સાલિગના પુત્ર અરડકર્મલ્લની અભ્યર્થનાથી કવિ કાલિદાસના રઘુવંશ કાવ્ય પર શિશુહિૌષિણી નામની ૮૦૦૦ કલેક પ્રમાણ ટીક રચી હતી, જેની હ. લિ. પ્રતિ વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં અને અન્યત્ર પણ વિદ્યમાન છે.
વિક્રમની ૧૭મી સદીમાં વિદ્યમાન સુપ્રસિદ્ધ ગ્રંથકાર ધરાનાનો તેણૌદ્ય' પદના ૮ લાખ અર્થો કરનાર કવિ સમયસુંદરે અર્થલાપનિકા નામની વૃત્તિ તથા ગુણવિનયે (વિ. સં. ૧૬૪૬ માં) ઉ. કવિ શાંતિચંદ્ર-શિષ્ય, ઉ, રત્નચંદ્ર, ક્ષેમહેસે. ધર્મમેરુ-મહીમે એ, શ્રીવિજયગણિએ અને સુમતિવિજયે પણ રઘુવંશ પર વૃત્તિયો, અવચૂરિ, બાલાવબોધ વગેરે રચેલાં છે, જે હ. લિ. પ્રતિયોમાં મળી આવે છે.
શ્રી વિજયગણિએ કુમારસંભવ પર પણ વૃત્તિ રચી જણાય છે. વિક્રમની ૧૭ મી સદીમાં
હીરવિજયસૂરિના અભ્યાસમાં | વિક્રમની ૧૭મી સદીના પૂર્વાર્ધમાં સાર્વભૌમ મેગલ શહેનશાહ અકબરને પ્રતિબંધ આપી તેના વિશાલ સામ્રાજ્યમાં–સર્વ દેશમાં પ્રત્યેક વર્ષમાં ૬ મહિનાથી વધારે વખત અમારિ ફરમાન દ્વારા જીવ-દયા પળાવનાર, “જગદગુરુ” બિરૂદ મેળવનાર સુપ્રસિદ્ધ હીરવિજય સરિએ (પૂર્વનામ હીરહર્ષગણિએ) નિજામશાહના દેવગિરિ (દોલતાબાદ)માં વિદ્યાભ્યાસ કરતાં રધુવંશ, કુમારસંભવ, મેઘદૂત વગેરે કાવ્યોમાં પણ વિશેષવિતા-રહસ્યજ્ઞતા પ્રાપ્ત કરી હતીએમ કવિ દેવવિમલે પણ હીસૌભાગ્ય નામના મહાકાવ્ય (સર્ગ ૬, લે. ૬૨) ની વ્યાખ્યામાં સુચિત કર્યું છે.
કવિ હેમવિજય વિજય-વંશ (પ્રશરિત) | વિક્રમની ૧૭મી સદીમાં પાશ્વનાથ-ચરિત (વિ. સં. ૧૬૩૨), કયારત્નાકર (વિ. સં. ૧૬૫૭) વગેરે કાવ્યો રચનાર તપાગચ્છના કવિ હેમવિજયગણિએ કવિ કાલિદાસના રઘુવંશ કાવ્ય સાથે સ્પર્ધા કરતું. હીરવિજય, વિજયસેન વગેરે રિના વશને વર્ણવતું વિજયવંશ અપરનામવાળું વિજય પ્રશસ્તિ મહાકાવ્ય ૧૬ સર્ગ સુધી રચ્યું હતું. તેમના સ્વર્ગવાસથી અપૂર્ણ રહેલા એ કાવ્યને તેના વ્યાખ્યાકાર (વિ. સં. ૧૬૮૮) ગુણવિજયગણિએ બાકીના પાંચ સર્ગો પરથી પોતાના કાવ્ય-વિદ્યાગુરુના અણુરૂપે એ કાવ્યને પૂર્ણ કર્યું હતું. તેની વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો છે કે –
"-कालिदासादिकविकीर्तिलुष्टाककाव्यकलाकलापकेसरिकिशोरकक्रीडनकन्दरः पण्डित श्रीहेमविजयगणिसंज्ञकः कविपुरन्दरः श्रीगुरुगुरुतरमक्ति व्यक्तिप्ररूपकं श्रीहीरविजयप्रमृतिभट्टारकत्रिकावदातकदम्बकनिरूपकं श्रीरघुवंशदेशीयतया विजयवंशापरपर्यायधारकं विश्वविश्वावलयवर्तिचतुरचेतस्क्मत्कारकारकं विजयप्रशस्तिनामकं काव्यं कर्तुमुपचकमे ॥"
૧. આ વિદ્વાનના વિશેષ પરિચય માટે આ લેખકને ગ્રંથ "જિનપ્રભસૂરિ અને સુલતાન મહમદ જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com