________________
જન–સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંરમાણે ૩૧૭ વિક્રમની ૧૪ મી સદીમાં
વિ. સં. ૧૩૬૧ માં મેલ્ડંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિના પ્રારંભમાં વિક્રમાદિત્યના પ્રબંધ સાથે મહાકવિ કાલિદાસની ઉત્પત્તિ સંબંધમાં કિંવદન્તીરૂપ જાણેલ આશ્ચર્યકારી પ્રબંધ દર્શાવ્યો છે. વિક્રમની ૧૫ મી સદીમાં
મુનિભદ્રસૂરિ, શાંતિનાથ-ચરિત મહાકાવ્યમાં– પેરોજ પાતશાહ(ફીરજ તુગલક)ની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર, વિ. સં. ૧૪૧૦ માં શાંતિનાથચરિત મહાકાવ્ય રચનાર, બહારછના મુનિભદ્રસૂરિએ તેના અંતમાં સૂચન કર્યું છે કે
જે સુબુદ્ધિમાન વિદ્વાને કાલિદાસની ઉક્તિ (રઘુવંશ, કુમારસંભવ વગેરે)માં, તથા ભારવિ અને માઘપંડિતનાં બંને કાવ્ય (કિરતાર્નનીય અને શિશુપાલવધ) માં અને શ્રીહર્ષની અમૃતમય શક્તિરૂપ નૈષધ મહાકાવ્યમાં પણ નિરતર નું પ્રતિપાદન કરે છે તે જ વિદ્વાને ભગવાન શાંતિના ચરિત્રમાં રચાયેલાં વૃત્તોનું વિવર્ણન કરીને માત્ર ગુણનું પ્રતિપાદન કરે છે.”
સૂરિઓ જેવી રીતે પ્રાથમકલ્પિક (નવા શીખનાર) અભ્યાસીને નિરંતર વ્યુત્પત્તિની પ્રાપ્તિ થવા માટે ઉપર્યુક્ત મિથ્યાત્વયુક્ત ૫ કાવ્યોનાં વ્યાખ્યાન કરે છે, તેવી રીતે સમ્યકૃત્વ વાસિત વાસનાવાળા તેઓ આ શાંતિનાથ-જિન ચરિતને સમજાવે, તે શું વાંછિત ન થાય?”
નેમિ-ચરિત કાવ્ય સાંગણના પુત્ર વિક્રમ નામના એક જૈન કવિ વિક્રમની ૧૫ મી સદીમાં અથવા તે પૂર્વે થયા જણાય છે. જેણે વિજજનોના મનની પ્રીતિ માટે કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યમાંથી અંતિમ પાદે લઈ રામતીના દુઃખથી આદ્ર (કરુણરસમય)નેમિજિનના ચરિતથી પવિત્ર ૧૨૬ પોવાળું કાવ્ય રચ્યું હતું, જે પ્રકાશિત થઈ ગયું છે. ૧૭મી સદીના ગુજરાતી કવિ નષભદાસના પિતાનું નામ પણ સાંગણ હોવાથી કેટલાક સાક્ષરો આ કવિને તેમના ભાઈ સમજતા હતા, પરંતુ પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરામાં રહેલી વિ. સં. ૧૪૫૦ માં લખાયેલી આ કાવ્યની હ. લિ. પ્રતિ જોતાં આ બ્રાન્તિ દૂર થઈ છે.
જૈનમેઘદૂત વિ. સં. ૧૪૪૬ માં અચલગચ્છના ગચ્છનાયકપદને પ્રાપ્ત કરનાર અને વિ. સં. ૧૪૭૧માં સ્વર્ગવાસી થયેલા, અનેક કાવ્યો રચનાર અને અનેક પ્રતિમા--પ્રતિષ્ઠા-પ્રભાવના કરનાર મેરૂતુંગરિએ નેમિજિન ચરિતરૂ૫ નવીન જૈન મેઘદૂતની રચના કરી તેને કવિ કાલિદાસના મેઘદૂત સાથે સ્પર્ધામાં મૂકો છે, જેના પર તેમના શિષ્ય આચાર્ય શીલરને વિ. સં. ૧૪૯૧ માં અણહિલ્લપાટક પાટણમાં વૃત્તિ રચી હતી; જે વૃત્તિનું સંશોધન પૃથ્વીચંદ્રચરિત્ર (વાવિલાસ) ના કર્તા માણિક્યસુંદરસૂરિએ કર્યું હતું, તે ભાવનગરની જૈન આ. સભાદ્વારા પ્રકાશમાં આવેલ છે.
१ "ये दोषान् प्रतिपादयन्ति सुधियः श्रीकालिदासोतिषु श्रीमदभारवि-माघपण्डितमहाकाव्यद्वयेऽप्यन्वहम् । श्रीहर्षामृतसूक्तिनैषधमहाकाव्येऽपि ते केवलं याववृत्तविवर्णनेन भगवच्छान्तेश्चरित्रे गुणान् ॥"
(વ. વિ. ચં.) २ “तवदुःखानै प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्यं पाद सुपदरचितान्मेघदूताद गृहीत्वा । श्रीमन्नमेश्चरितविशदं साङ्गणस्याङ्गजन्मा चक्रे काव्यं बुधजनमनःप्रीतये विक्रमाख्यः ॥"
| (નિ. સા. કાવ્યમાલા ગુ. ૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com