________________
૩૨૦ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ વિકમની ૧૮મી સદીમાં
- વિક્રમની ૧૭મી સદીના છેલ્લા ચરણમાં અને ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં વિવિધ વિષયોમાં, વિવિધ ભાષામાં બે લાખ શ્લેકપ્રમાણુ વિશિષ્ટ રચના કરનાર બહુશ્રુત મહેપાધ્યાય વિનયવિજયે તપા-ગણપતિ (ગચ્છનાયક વિજયદેવસૂરિ? વિ. સં. ૧૭૦૧ (ઈમાં) તરફ જોધપુર(મારવાડ)થી સૂરત ઇંદુને દૂત તરીકે મોકલ્યો હતો. કવિ કાલિદાસનાં મેઘદૂતની પદ્ધતિએ રચેલા ૧૩૧ પોવાળા એ ઈંદુદૂત કાવ્યમાં જોધપુર, સુવર્ણગિરિ (સેનગિર), જાલેર, શિરોહી, આબૂ, અચલગઢ, સિદ્ધપુર, સાભ્રમતી, રાજવંગ (અહમ્મુદાવાદ), વટપદ્ર (વડોદરા), ભૃગુપુર (ભરૂચ) અને સૂરત વગેરે સ્થળોનું પ્રાસંગિક સુંદર વર્ણન કર્યું છે. નિ. સા. કાવ્યમાલા ગુ. ૧૪માં એ કાવ્ય પ્રકાશિત થઈ ગયું છે.
ચેત - પિતાનું નામ સ્પષ્ટ જણાવ્યું ન હોવા છતાં “પરમાનન્દ' નામવાળા જણાતા એક જૈન કવિએ મેઘદૂતનાં અંતિમ પાદદ્વારા ચિત્તને દૂત બનાવી પિતાના પૂજ્ય ગુરુ તરફ મોકલવાના સંદેશરૂપ અભીષ્ટ વિષયમાં પાદ-પૂર્તિ કરી ગુના ગુણોને પરિચય કરાવતું ચેતદૂત' નામનું નવું કાવ્ય રચ્યું છે, જે ભાવનગરની જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે.
"सन्ति श्रीमत्परमगुरवः सर्वदाऽपि प्रसन्त्रास्तेषां शिष्यः पुनरनुपमात्यन्तभक्तिप्रणुनः । तन्माहारम्यादपि जडमतिर्मेघदूतान्त्यपादश्वेतोदूताभिधमभिनवं काव्यमेतद् म्यधत्त ॥"
મેઘદૂત-સમસ્યાલેખ તપાગચ્છમાં સમર્થ વિદ્વાન ઉપાધ્યાય મેઘવિજય થઈ ગયા, જેમણે માઘકાવ્ય, અને નૈષધકાવ્યની પાદપૂર્તિરૂપ તથા સતસંધાન જેવાં કાવ્યો રચ્યાં છે; અને મેઘમહોદય (વર્ષપ્રબંધ), હસ્તસંજીવન જેવાં જ્યોતિષ, સામુદ્રિક જેવા વિષયો પર વિદ્વત્તાભરી પ્રૌઢ રચના કરી છે; તેમણે કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યનાં સર્વ (૧૩૧) પદ્યોનાં અંતિમ ચરણને સમસ્યારૂપ સ્વીકારી પિતાના અભીષ્ટ વિષયમાં પાદપૂર્તિ કરી છે. આરંગાબાદ(દક્ષિણ)માં પિતાની ચાતુર્માસ-સ્થિરતા થતાં ત્યાંથી દેવપત્તન(પ્રભાસ પાટણ, કાઠિયાવાડ)માં રહેલા પિતાના ગચ્છનાયક વિજયપ્રભસૂરિ (ગચ્છનાયકપદ વિ. સં. ૧૭૧૦માં વૈ. શુ. ૧૦)ને ઉદ્દેશી કાવ્યરૂપે રચેલ વિજ્ઞપ્તિ સંદેશ–લેખને મેઘવિજયે મેઘ-દૂત દ્વારા પાઠવ્યા છે, તેમાં ગુરુના પરિચય સાથે તે તે સ્થળાનો પણ પરિચય કરાવ્યો છે. એ “મેઘદૂત-સમસ્યલેખ” ભાવનગરની જૈન આત્માનંદ સભાદ્વારા પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેના અંતમાં સંક્ષેપમાં સૂચન છે કે“HTદાએ દેવપુરોક્ત ઇમામો: સમસ્યા માથે નિમણે મેઘપતિઃ ”
એવી રીતે દિગબર કવિ વાદિચંદ્ર રચેલ વાયુ (પવન)દૂત (નિ. સા. કાવ્યમાલા ગુચ્છક ૧૩, લે. ૧૦૧) જેવાં બીજાં અનેક કાવ્યો રચાયેલાં મળી આવે છે. મહાકવિ કાલિદાસનાં મેઘદૂત વગેરે કાવ્યોનું અને નાટકાદિ સાહિત્યનું એ રીતે મહત્વ, વિશિષ્ટ દર્શાવતા જે જે વિદ્વાન કવિઓએ એ મહાકવિ પ્રત્યે ઉચ્ચ આદર દર્શાવ્યો છે; મહાકવિના માર્ગને અનુસરનારા તે તે કવિઓનાં સુસંસ્કારી પ્રતિભાભ ભિન્ન ભિન્ન સતભાવભર્યા અભિનવ કાવ્યો તરફ પણ સાક્ષરો સમુચિત આદર દર્શાવે, તેમની કવિત્વશક્તિને અને તેમના નિર્દોષ પવિત્ર ભાવને સમજવા ઔદાર્યભર્યું સૈજન્ય દર્શાવે-એમ ઈચ્છીશું.
૧. આ કવિના વિશેષ પરિચય માટે “સુવાસ’માંની અહારી લેખમાળા વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com