Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ સાચા કે ખાટા—પણ સેવેલા આદર્શો પાછળ ફકીરી અપનાવનાર્ તે પરંતુ તે પાતાનુ લેાહી રેલાવનાર વીર્— ટ્રાટકી ચીમનલાલ [ ગતાંક પૃ. ૨૫૫ થી ચાલુ ] ૧૯૦૭માં ટ્રાટસ્કી લંડનમાં મળેલી ક્રાન્તિકારીએની પરિષદમાં ભાગ લેવાને ગયે. ત્યાં તેને જગવિખ્યાત વાર્તાકાર ગાર્કા' તે તેની સહચારિણી વિદુષી નટી સાથે મૈત્રી બંધાણી, એ પ્રસંગે, રાજસત્તા કબજે કરવાનાં સ્વમાં સેવતા આ ક્રાંતિકારીઓની આર્થિક સ્થિતિ એટલી કંગાળ હતી કે તેમાંના કાઈની પાસે પોતપેાતાને દેશ પાછા કરવા પૂરતા પૈસા પણ નહાતા. આ પ્રસંગે એક અંગ્રેજ ક્રાંતિપ્રેમીએ તેમને ત્રણ હજાર પાઉન્ડ ધીર્યાં અને બધા ક્રાન્તિકારીઓની સહી સાથે પહેાંચ લખાવી લીધી. જ્યારે ક્રાન્તિ સફળ નીવડી ને રશિયામાં ખાલ્શેવિક શાસન સ્થપાયું ત્યારે પૂરતાં નાણાં આપીને આ પહાંચ પાછી મેળવી લેવામાં આવેલી. લંડન છેડયા પછી ટ્રોટસ્કી જર્મની, સ્વીઝર્લૅન્ડ, ડેન્માર્ક વગેરે સ્થળે કર્યાં. ડેન્માર્કમાં તેને લેનીનને ભેટા થઇ ગયા તે તે પ્રસંગે બંને વચ્ચેના વિખવાદ વધારે ઉગ્ર બન્યા. આ પછી ટ્રાટસ્કીએ આવા વિખવાદોથી દૂર રહેવાને સ્થાયી જીવન સ્વીકાર્યું ને. પોતાની પત્ની સાથે તેણે વિયેનામાં થાણું નાંખ્યું. ત્યાં વસ્યા પછી તરત જ તેણે જો નામે શ્રીમંતની મદદથી પ્રવદા* (સત્ય) નામે એક પાક્ષિક-પત્ર શરૂ ક્યું. તેમાં તેણે દર્શાવેલી સ્વતંત્ર વિચારશ્રેણીને પ્રેા. મીલ્યુકાફે ‘ટ્રાટસ્કીઝમ' નામથી નવાજી. ૧૯૧૪ માં મહાયુદ્ધનાં મંગલાચરણ થતાં તે કુટુંબ સાથે વિયેનાથી ભાગીને સ્વીઝર્લૅન્ડ પહેાંચ્યા. ત્યાંથી તેણે મહાયુદ્ધ સંબંધમાં એક પુસ્તિકા બહાર પાડી. અમેરિકામાં આ પુસ્તિકાએ એટલું આકર્ષણ જમાવેલું કે પ્રેસીડેન્ટ વીલ્સને તેને ત્વરિત અભ્યાસ કરવાને પ્રકાશક પાસેથી એનાં પ્રુફ મગાવેલાં, પણ પાછળથી એ પુસ્તિકા પર જગતભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યું. એ સંબંધમાં ટ્રાટસ્કીએ કહેલું કે, ‘ પુસ્તકાને પણ પાતપાતાનાં સ્વતંત્ર ભાગ્ય હાય છે. ' : ૧૯૧૫માં તે એક પત્રના પ્રતિનિધિ તરીકે ક્રાંસ પહોંચ્યા. પણ ફ્રાંસ આ યુદ્ધમાં ઝાર સાથે મૈત્રી ધરાવતું હતું અને ટ્રાટસ્કી ઝારિવરધી લેખ લખતાં જરીકે આંચકા ન ખાતા. પરિણામે ફ્રાંસે તેને દેશપાર કર્યાં. ઇંગ્લાંડ, ઇટલી ને સ્વીઝલેન્ડે પણ તેના સામે પ્રતિબંધ મૂકયેા. છેવટે તે સ્પેન પહેાંચ્યા, પશુ ત્યાં પણ તેને કેદ કરવામાં આવ્યા તે તરતજ તેને, કુટુંબ સાથે, ન્યુયાર્ક-અમેરિકા જતી સ્ટીમરમાં ચડાવી દેવામાં આવ્યે. પાછળથી તે પત્ર દૈનિક બન્યુ; ને વર્તમાન જગત તેને રશિયન સરકારના સત્તાવાર વાજિંત્ર તરીકે પિછાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54