Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ ૩૦૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ ઉભય કૃતિઓમાં લગભગ સમાન રૂપે જ દેખાતા આવા ફકરાઓનું અવલોકન જરૂરી છે. મામેરાની કતરી લઈ કુંવરબાઇને પિયર જતા ખોખલા પંડયા સાથે કુંવરબાઈ સંદેશ કહેવરાવે છે, તે વિષ્ણુદાસે નીચે મુજબ બે પંકિતઓમાં મૂકો છે જે કહું તે પંડયા કહેજો સાચ, જઈ કહેજે મારા તાતને વાત; જે તમારે હોયે સાળાની પેર, તે તમે આવજે મારે ઘેર. સરખાવે આ સાથે પ્રેમાનંદની પંકિતઓ-– ત્યાં બે દહાડા પણ રહેજે, મહેતાને સમજાવી કહે; કાંઈ મસાલું સારું લાવજે, સંપત હોય તે ત્યાં આવજે. ત્યાર પછી, મેનેજીએ કરી મોસાળાની ચાલ, કેડે બાંધી સવાશેરની તાલ; પીઆરા બળદ પીઆરી તરી, માગી લાગી મહેતે વેહેલ તરી. એમાં નરસિંહનો સુપ્રસિદ્ધ ખડખડપાંચમ વહેલના વર્ણનનું રસબીજ દેખાય છે ખરું, પણ વિષ્ણુદાસને એમાં રહેલી શક્યતાઓને ખ્યાલ નથી. એની કઈક ખિલવણ વિશ્વનાથ જાનીએ કરી છે, પણ એક અત્યુત્તમ સ્વભાવોક્ત વર્ણનના રૂપમાં તે તે પ્રેમાનંદમાં જ જોવા મળે છે. ઝાઝા માકણ, ઝાઝા જુઆ, ત્યાંહાં મેતાના ઉતારા હુઆ. એ સુપ્રસિદ્ધ પંકિત તે પ્રેમાનંદે લગભગ એમને એમ વિષષ્ણુદાસમાંથી જ ઉપાડી લીધી છે. સાસરિયાંનાં મહેણાંથી પીડાતી કુંવરબાઈ સાર્થ કરવા આવેલા પિતાના અવ્યવહારૂ હરિભક્ત પિતાના વર્તનથી ખેદ પામી પોતાની માતાને સંભારે છે, એ પ્રસંગમાં પણ વિષ્ણુદાસની કૃતિની પ્રેમાનંદ ઉપર સારી અસર થયેલી છે માં વિના આણું પીણું કોણ કરે, મા પહેલુ છારૂં શે ન મરે. જલ વછોઈ જેમ માછલી, મા વિના કુંવરબાઈ તેમ એકલી. ઘડે ભાગે જેમ ઠીકરી, મા પેલી મરજે દીકરી.. દીપક તેલ વિના ઝાંખાં તેજ, માત વિના તેમ બાપનાં હે જ; ઘત વિના જેમ લુખાં અન્ન, માત વિના તેમ બાપના મંન. મા મેઈ તારે બાપ એરીએ ગ, મા વિના સંસાર સને થયે. આમ કહી કુંવરબાઈ પાછી વળે છે ત્યાં– એવું કહી કુંવરબાઈ પાછી વળી, વાટે નણદલી સામી મળી; ભાભી તમારા બાપ ભલે આવીઆ, અમને મોસાળું શું લાવીએ. હાથમાં તાલ ને ગાતો ફરે, તે મોસાળું અમને શું કરે? કારે નણદલી એવાં મેણુ દે, જેવો તે મારે બાપ જીવતો રહો. એ અવતરણમાંના કેટલાક વાકયખંડે પણ પ્રેમાનંદમાં જેમના તેમ મળે છે. પછી કુંવરબાઈ મહેતાજીના કહેવાથી ઘરડાં સાસુ પાસે જોઈતી વસ્તુઓની ટીપ કરાવે છે ત્યારે– આગળ પાછળનાં ઘરડાં બે, કાગળમાં લખા તેહ; લાવનારા હતા તે ઠાલા શુ આવીયા દાદાજી લખેરે માંહે બે પાણીઆ. એમ સેનાના બે પત્થરવાળા પ્રસંગનું મૂળ પણ વિષ્ણુદાસમાં મળે છે. ઉના પાણીના સમવણનો તથા મહેતાજીએ કરેલી પ્રાર્થનાનો પ્રસંગ વિષ્ણુદાસમાં છે, વિશ્વનાથમાં પણું છે. પ્રેમાનંદમાં પણ નરસિંહ મહેતાની એ પ્રસંગની તેમજ મામેરા વખતની પ્રાર્થના ઘણું મળતી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54