Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ જૈન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણે [લે. ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા ] સાહિત્ય-પ્રેમી વિધા-વ્યાસંગી સાદગુણાનુરાગી અનેક જૈન વિદ્વાનોએ સાહિત્યપરિશીલન કરતાં સરસ્વતીના કૃપાપાત્ર સમર્થ મહાકવિ કાલિદાસની ઉચ્ચ કવિત્વભરી સં. પ્રા. ગદ્ય-પદ્યમય મનહર સરસ કૃતિનું ઊડું અવગાહન કર્યું જણાય છે. હજાર વર્ષ કરતાં વધારે સમયથી કીર્તિશાલી એ મહાકવિનાં સુપ્રસિદ્ધ પ્રૌઢ કાવ્યો અને નાટકેએ વિદ્યા-વિલાસી વિઠનનું આકર્ષણ કર્યું છે. સેંકડે વિદ્વાનોએ પ્રશંસા-પુષ્પ વેરતાં એનાં પઠન-પાઠનો કરી-કરાવી વિનેદ સાથે વિવિધ જ્ઞાન મેળવ્યું છે. ભારતવર્ષના અને પરદેશના કેટલાય મર્મજ્ઞા વિદ્વાનેએ એના પર ટીકા-ટિપનીઓ કરીને તુલનાત્મક દૃષ્ટિએ તથા બીજી રીતે તેના ગુણદોષ પર વિચાર કર્યો છે. કેટલાય અભ્યાસીઓએ પિતાની કવિત્વશક્તિ ખીલવવા એમાંથી પ્રેરણા મેળવી હશે. મહાકવિ, કવિ-રાજ, કવિકુલકિરીટ જેવાં મહત્ત્વ પદો જ્યાં ત્યાં જેને તેને માટે વાપરનારાઓને કવિકુલગુરુ મહાકવિ કેવા હેય? –એને ખ્યાલ કરાવ્યો હશે; કેટલાય કવિઓએ એ મહાકવિની ચાતુરી મેળવવા ઊંડાં ચિંતન અને વિશિષ્ટ પ્રયત્ન કર્યા હશે. કેટલાય કવિઓએ એની સ્પર્ધા કરી કવિ-કીર્તિ પ્રાપ્ત કરવા પ્રયાસો સેવ્યા હશે. કેટલાય નાટયકારોએ નાટકની વિશિષ્ટ શૈલી શીખવા એ નાટકકારનાં નાટકે પર ગંભીર લક્ષ્ય આપ્યું હશે. શૃંગાર આદિ રસોના પ્રયોગો કેવા હોઈ શકે ?વ્યુત્પત્તિ, પ્રતિભા, પદ–લાલિત્ય, અર્થ-ગૌરવ કેવો હોય ? ઉપમાદિ અલંકારો કેવી રીતે વપરાય? મહાકવિ છટાથી માધુર્યથી વિવિધ વિષયોનું વિશાલ સરસ જ્ઞાન કેવી રીતે આપી શકે? એ બધું શીખવા-સમજવા માટે પ્રસ્તુત મહાકવિની કૃતિ કેટલાય અભ્યાસી વિદ્વાનેને ઘણી ઉપયોગી થઈ પડી હશે. તેમના રસમય મેઘદૂતે તે વિવિધ સ્વરૂપમાં ૩૦-૪૦ જેટલા અભિનવ દૂતે રચાવવા પ્રેરણા આપી જણાય છે, જેમાં જૈન કવિઓને પણ બહેનો ફાળો છે. જૈન સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં વિવિધ સંસ્મરણો હજાર-બારસો વર્ષો જેટલાં જૂનાં છે. સમય, સ્થળ અને સાધનાની અનુકૂળતા પ્રમાણે તેમાંનાં થોડાં-ઘણુ ક્રમશ: સૂચવવા અહિં પ્રયત્ન કરવામાં આવે છે. વિકમની ૭ મી સદીમાં કવિ રવિકીર્તિ સત્યાશ્રય (પુલકેશી ચાલુક્ય મહારાજા)ને પરમ પ્રસાદને પ્રાપ્ત કરનાર શકાબ્દ ૫૫૬= વિ. સં. ૬૯૧ માં મનહર જિનેન્દ્રભવન રચાવનાર વિદ્વાન રવિકીર્તિએ કવિતાદ્વારા કાલિદાસ અને ભાવિ જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી.–એ ઉલ્લેખ દક્ષિણ વીજાપુર જિલાના આયહેલી ગામના મેગૂતી નામના જિનમંદિરના શિલાલેખમાં જણાય છે– “यस्याम्बुधित्रयनिवारितशासनस्य सत्याश्रयस्य परमाप्तवता प्रसादम् । शैलं जिनेन्द्रभवनं भवनं महिम्नां निर्मापितं मतिमता रविकीर्तिनेदम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54