Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ મુકિત પંકજ પ્રહરી' “કેટલા વાગ્યા છે?' ત્રીસ ઘટિકા થઈ છે!” “શું સૂર્યાસ્ત થઈ ગયો?” “હા.” હાય ભગવન, કેવા ભયંકર અંધકારમાં હું પડ છું. દિવસનાં દર્શને નથી થતાં અને પ્રાતકાળની સૂચના પણ નથી મળતી. પ્રહરી, શું આને અંત નથી ?' એક કશ હાસ્ય કરીને પ્રહરી બોલ્યા, “અંત! કેમ નહીં ! મૃત્યુ એને અંત અવમ આણશે !” પ્રહરીએ પુનઃ કર્કશ હાસ્ય કીધું. બંદીએ ધૃણાથી મુખ ફેરવી લીધું. કાળકેટડીના, ગહન અંધકારમાં એક સુદ દીપક એક ખૂણામાં અંધકારની સાથે બાથ ભીડતો નજરે પડે હતે. એક તરફ એક કામળ અને પાણીનું એક એવું હતું. કાંસાની એક થાળી પ્રહરીના ભેજન માટે પડેલી દષ્ટિગત થતી હતી. ઓરડીને એકજ દ્વાર હતું અને તે લેખંડનાં મજબૂત બારણુઓ વડે બંધ હતું. તે બારણામાં એક છિદ્ર હતું જેમાંથી બંદી પ્રહરી સાથે વાત કરતે હતે. બંદી પિતાની કામળ પર પડશે અને નિદ્રાવશ થશે. શકોનાં ટોળાંએ ભારત પર આક્રમણ કર્યું હતું અને લાટમાં આવેલા તામ્રગિરિ અને મયુરગિરિના દૂર્ગો પર કબજો મેળવી લીધું હતું. પ્રતિષ્ઠાનના સાતવાહન વંશની સાથે હવે તેમની લડાઈ ચાલતી હતી. મયૂરગિરિના શાસક રૂદ્રદત્ત આભીરને શકેએ કાળ-. કેટરીમાં પૂર્યો હતે. રૂદ્રદત્ત પ્રખર વીર અને સાતવાહને જમણે હાથ ગણાતો હતો. તેના કારાવાસથી પ્રતિષ્ઠાનની રાજમાતા ગૌતમી પણ દુઃખી હતી પરંતુ ઉપાય હતે. નહીં. શોને એક સરદાર તે જ પ્રમાણે સાતવાહનના હાથમાં કેદ હતા. પરંતુ શકે રૂદત્તને છોડવાની કઈ પણ ભોગે ના પાડતા હતા. પિતાના સરદારને મૃત્યુદંડ મળશે તે રૂદ્રદત્ત પણ મૃત્યુ પામશે એમ ધમકીઓ પણ અપાઈ હતી. પ્રતિષ્ઠાનના મંત્રી મિત્રગુપ્ત બેલ્યા, “ઇસેન, એક ગુપ્તચર તરીકેની તારી બધી કીર્તિ આ કાર્યને સાધનમાં વિક્ષેપ પડવાથી ધોવાઈ જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54