Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ હીટાર અને નારી સશ કે વ્યાસપીઠ પર જોવા નથી ઇચ્છતો. મારે તમને નિપુણ સૅય, કાળજીભરી માતાએ તે પતિને સંતોષતી સુંદરીઓ બનાવવી છે.” - સ્ત્રીઓ જર્મનીની ઉન્નતિમાં શો ભેગ આપી શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેણે કહેલું, સ્ત્રી સંતાનને જન્મ આપતી વખતે માતૃભૂમિ માટે એ ભોગ આપે છે, જેવો પુરુષ સમરક્ષેત્ર પર માથાં મૂકતાં આપે છે.” એક પ્રગતિશીલ સ્ત્રીએ તેને પૂછયું, “જર્મન સ્ત્રીઓને માટે તમે શું કર્યું છે કે તે શાંતિથી બોલ્યો, “મારા નવા સૈન્યમાંથી તમને એવા લાખ નરવીરો મળશે, જે તમારાં ભાવિ સંતાનનું. જગતભરમાં અપ્રતિમ એવું પિતૃપદ સંભાળશે.” સ્ત્રીઓને રાજકારણમાંથી દૂર કરવાને માટે સ્ત્રી-સ્વાતિવાદી દેશમાં તેના પર ટીકાઓ થતાં તેણે કહેલું, “રાજકારણ અને જાહેરજીવન!–એ ખરું છે કે એમાંથી સ્ત્રીઓને મેં દર રાખી છે. પણ કઠોર પુરુષને માટે પણ એ બંને આકરી કસોટીનાં સ્થળ છે. ત્યાં સુકુમાર સ્ત્રીઓને પ્રવેશવાની શી જરૂર છે?' સ્ત્રી-સ્વભાવને તે અચ્છે પરીક્ષક મનાય છે. તે કહે છે કે, “બળની અપેક્ષા રાખતી ભીવનાવશ સ્ત્રી નબળા પુરુષ ઉપર સરજોરી કરવા કરતાં બળવાન પુરુષને તાબે રહેવું વધારે પસંદ કરે છે.”—ઈતિહાસ આ માન્યતાને ટેકો આપી શકે એમ છે એટલું જ નહિ, પણ તાજેતરમાં હોલીવુડની નટીઓના. તેમને કેવો પતિ પસંદ છે તે સંબંધમાં મત લેવામાં આવતાં, મોટાભાગના મત ‘વીર પુરુષને જ ફાળે ગયેલા. સ્ત્રી અને પુરુષને તે, મોતી અને દરાની જેમ, હાથ અને ફળાની જેમ, તેલ અને દિવેટની જેમ પરસ્પરનાં પૂરક માને છે. સ્ત્રીના પુરુષ સમાન બનવાના પ્રયાસને તે કામના કાંટે બનવાના પ્રયાસ સમાન લેખે છે. અને તેમાં તે સ્ત્રીત્વનું, પુરુષત્વનું ને કુદરતનું અપમાન ગણે છે. તે માને છે કે પુરુષને પોતાની ફરજેથી યુત બનતા અટકાવવામાં અસમર્થ નીવડેલી સત્તાઓ જ સ્ત્રીને પુરુષના ભયાનક માર્ગે જવા દઈ શકે. જર્મનીમાં એમ ન બને તે માટે તેણે કેટલાક સ્ત્રી-સંરક્ષક ધારાઓ ઘડયો છે ને એ ધારાઓના ત્વરિત અમલ માટે તેને તેણે ‘કુટુંબસંરક્ષણના ફોજદારી કાયદાનું સ્વરૂપ આપ્યું છે. એ કાયદાની રૂએ-લગ્નવિચ્છેદ પર નૈતિક પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ને તે કાર્યને અયોગ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. પુરુષને પિતાની મિલ્કત પિતાનાં સ્ત્રી-સંતાન સિવાય બીજાને આપવાનો અધિકાર નથી. ગણુિ સ્ત્રીઓ પાસે કામ કરાવે એવાં કારખાનાંઓના માલિકને સખત સજા કરવામાં આવે છેલગ્નપ્રસંગે કે સંતાનસંખ્યા કુટુંબને ભારરૂપ ન થઇ પડે તે માટે રાજ્ય તરફથી આર્થિક રાહત આપવામાં આવે છે. ગર્ભિણ સ્ત્રી કે સ્ત્રીના માતૃપદ સંબંધમાં શબ્દયી કે સંકેતથી પણ મશ્કરી કે અપમાન કરનારને સજા કરવામાં આવે છે. સંતતિનિયમનની વાત ઉચ્ચારનાર પણ સખત સજાને પાત્ર થાય છે. પ્રજાનાં આરોગ્યને માટે તે સ્ત્રીની પવિત્રતા પર ખૂબ જ ભાર મૂકે છે. સ્ત્રી–સંસ્થાએ કે સ્ત્રીઓનું શ્રમજીવન-બનેને તેણે એકદમ કમી કરી નાંખ્યાં છે. છતાં, અનિવાર્ય કારણે એમાંથી જે કંઈ બાકી રહ્યું હોય અને ક્રમે ક્રમે અદશ્ય બનતું હોય ત્યાં પણ સ્ત્રીઓની દેખરેખ સ્ત્રીઓને હસ્તક રાખવાને તેણે આદેશ કરે છે. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ ખુલ્લી બરાકમાં નહિ પણ ખેડૂતના કુટુંબમાં ગોઠવાઈ તેમની ગૃહિણીઓની સાથે રહે એ માટે તેણે પ્રબંધ કરેલ છે. ને તેવી સ્ત્રીઓને શાંતિ મળે છે તેમનામાં સ્વાથ્ય, કલા અને કૈવત વિકસે તે માટે પણ તેણે સુંદર યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54