Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ રાજ લોભનો ત્યાગ કરે એ અતિ મુશ્કેલ છતાં સત્વવત ભાગ્યશાળીઓ, કેવી રીતે પ્રલેભનેને ઠોકરે મારે છે તે આ કથામાં જોવા જેવું છે. છેવટે રાજા પ્રતિબંધ પામી કુમારને રાજ સોંપી રાણી સાથે દીક્ષા લે છે. કુમાર પણ વિનયશીલ એવા વિમલને રાજ્ય સોંપી પિતા પાસે જઈ તેમને સદુપદેશ દઈ–લઈ પિતા પ્રત્રજ્યા લેતાં ત્યાંનું રાજ પામી ચિરકાળ ભોગવી શ્રાવક ધર્મ નિરતિચારપણે પાળી દીક્ષારમણને વરીનાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણીરૂપ કમલેને પ્રતિબોધ કરી સૂર્યની પેઠે મોક્ષ પામે છે. આમ યુવાન સર્વ સામગ્રી સહિત સત્તારૂપ લક્ષ્મીને સમયાનુકુલ સામગ્રી મળે છતે ચોથું વૃત નિરતિચારપણે પ્રતિપાલન કરવામાં આદર્શ એવા વીરકુમારની કથા પ્રભુએ કહી. પ્રભુ તત્પશ્ચાત વર પરિગ્રહીતાગામનાતિચાર પર વજ વણિકની કથા વિસ્તારથી કહે છે. તેમાં દ્રવ્ય આપીને થોડા સમય માટે રાખેલી વેશ્યા સ્ત્રી પણ પર સ્ત્રી ગણાય માટે તેને સંગ કરનાર પણું મહા પાપ કરી ઉભય લેકને બગાડે છે તેનું વર્ણન વજી વણિકને દ્રષ્ટાંત કહે છે. દ્વિતીય અપરિગ્રહીતા ગમનાતિચાર પર દુર્લભ વણિકની કથામાં લટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી જ ગણાય તે પર વિસ્તાર પૂર્વક દુલભ વણિક આ વૃત ખંડનથી કેવાં મહાકષ્ટો પામો તે જણાવતાં પ્રભુ કેટલે ઉપદેશ આપે છે –“સર્વ લેકે ધનને માટે સંબ્રાંત થઈ ઉદ્યોગ કરે છે પણ ધનનું કારણ મુખ્ય ધર્મ છે ને તેને માટે તે સર્વ લેકે સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જે ધર્મ વિના મનોવાંચ્છિત એમને એમ સિદ્ધ થતાં હતા તે સમસ્ત ટાણુ લેકમાં કોણ દુખી રહે ?” ભદિલપુરના અરિકેસરી રાજાની માતૃહીના ગુણસુન્દરી નામે રાજ- . કુમારી વસ્ત્રાભૂષણથી વિભૂષિત બની પિતાને વંદન કરવા જતાં ત્યાં તમે કેના પ્રતાપે આ સુખ વૈભવ ભગવો છો ?” એવા રાજપ્રશ્નના જવાબમાં સૌ રાજના પ્રસાદે એમ કહેતાં રાજકુમારી તે પ્રશ્નના જવાબમાં પિતાનાં શુભાશુભ કર્મના પસાયને આગળ કરતાં ક્રોધે ભરાઈ રાજા તેને કોઈ દરિકી લાકડાની ભારી વેચનાર સાથે પરણાવી વસ્ત્રાભૂષણ લઈ લઈ જીર્ણ વસ્ત્ર સહિત દરિદ્રી સાથે રવાના કરી દે છે ને પૂર્વોપાર્જીત સુકૃત્યનો અનુભવ કરવા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 496