________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસાધ્ય રોગોને પણ તપધર્મ ક્ષણ માત્રમાં નાબૂદ કરી શકે છે. શ્રેષ્ઠિપુત્રમુનિને ભાવધર્મના પ્રભાવે ભયંકર દાહવર ક્ષણ માત્રમાં શાંત થઈ ગયો હતો ને?
પાપકર્મના ઉદયથી પતિવિયોગ થયો, અને દુસહ દુઃખો આવ્યાં છતાં મહાસતી અંજનાના શીલધર્મના પ્રભાવથી દુ:ખો કેવાં નાશ પામી ગયાં હતો!
નાગપાશથી બંધાયેલા પાંડવોનાં બંધન, કુંતી અને દ્રૌપદીના કાયોત્સર્ગધર્મથી ક્ષણ માત્રમાં તૂટી ગયાં હતાં. તેવી રીતે દેવકૃત અને મનુષ્યકૃત વિદનો, કાયોત્સર્ગ ધર્મના પ્રભાવથી નાશ પામે છે.
દુનિયામાં ઘણાં દૃષ્ટાંતો છે કે ધર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિ થઈ છે. ધર્માનુરાગિણી માતા કુંતીએ ધર્મના પ્રભાવથી યુધિષ્ઠિર નામના પુત્રને જન્મ આપ્યો હતો.
મને પૂર્ણ શ્રદ્ધા છે કે ધર્મના પ્રભાવથી જ મને પુત્રપ્રાપ્તિ થશે અને તેથી મારા પતિને શાન્તિ-સમાધિ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. એમણે મારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ કરી છે...તો એમની આ એક ઇચ્છા પૂરી કરવી, એ મારું પરમ કર્તવ્ય છે.
સુલસાએ સોળ શણગાર સજ્યા. થાળમાં પુષ્પ, ફળ, શ્રીફળ આદિ તથા, સખી વસંતસેના, અમે ગુણશીલ ચૈત્ય તરફ ચાલ્યાં. ત્યાં મારા પ્રભુનું સમવસરણ મંડાયેલું હતું. દૂર દૂર સુધી દિવ્ય ધ્વનિ અને દુભિનાદ સંભળાતો હતો. ત્રણ ગઢનાં રત્નો ઝગારા મારી રહ્યાં હતાં. દેવોના મુગટોમાંથી રત્નપ્રકાશ રેલાતો હતો. અમે સમવસરણમાં પહોંચ્યાં. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પુષ્પ-ફળાદિનું સમર્પણ કરી, અમે અમારી જગાએ જઈને ઊભાં રહ્યાં.
પ્રભુએ ધર્મદેશના આપી. ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, ધર્મનો પ્રભાવ સમજાવ્યો.. સાંભળતાં સાંભળતાં મારાં રોમેરોમ વિકસ્વર થયાં. આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.દૃષ્ટિ, પ્રભુની દૃષ્ટિ ઉપર સ્થિર થઈ. અંતર્યામી પ્રભુએ મારા મનને વાંચી લીધું. મને દિવ્ય પ્રેરણા મળી. મારે જે આરાધના ધર્મની કરવાની હતી, તેનું મને સંવેદન થયું. “તું મહાવીરમાં સમાઈ જા. તારી કુંડળીના ગ્રહો પણ પ્રભુમાં સમાઈ જશે. પ્રભુનું તેજ તારા તેજમાં ઉમેરાશે.'
સુલસી
૧૩
For Private And Personal Use Only