Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ सुभाषितसंग्रहसमुच्चय વગેરેની નિંદા કરતાં પણ ઠીક ઠીક સુભાષિતો મળે છે. લગભગ બધા જ સંગ્રહોમાં સૂર્યોદય, મધ્યાહ્ન, સંધ્યા, સૂર્યાસ્ત, ચંદ્રોદય, રાત્રિ વગેરે પ્રાકૃતિક દૃશ્યોનું, તેમજ છ ઋતુઓનું વર્ણન મળતું હોય છે. તે જ પ્રમાણે શૃંગાર, વીર વગેરે નવરસોનું, વર્ણન પણ આ સંગ્રહોમાં મળે છે. ચાર આશ્રમોને, ખાસ કરીને ગૃહસ્થાશ્રમને લગતાં સુભાષિતો વધારે મળે છે. વિદ્યાર્થીને અભ્યાસ કરવાનાં શાસ્ત્રો અને કળાઓની યાદી પણ આ સુભાષિતો આપતાં હોય છે. ચાર વર્ણોની ફરજોનો નિર્દેશ આ શ્લોકોમાં હોય છે. શાસ્ત્રોની વાત કરીએ તો એ વખતના સમાજના કેન્દ્રસ્થાને રાજા હતો. તેથી રાજનીતિશાસ્ત્રના સિદ્ધાંતોને ઓછેવત્તે અંશે દરેક સંગ્રહમાં પ્રાધાન્ય મળતું હોય છે, તો કામશાસ્ત્રને લગતાં સુભાષિતોમાં સંભોગશૃંગાર અને વિપ્રલંભ શૃંગારનું ખાસ નિરૂપણ હોય છે. કેટલાકમાં સ્ત્રીશરીરના અવયવોનું પણ વિગતે વર્ણન હોય છે. અર્થશાસ્ત્રને લગતી અનેક બાબતોમાં રાજાએ કર કેવી રીતે ઉઘરાવવો તેનું પણ નિરૂપણ છે. આ સંગ્રહોમાં, એ સમયના સમાજમાં જે મુખ્ય વ્યવસાયો હતા, તેમનો પણ નિર્દેશ મળે છે, દા.ત. સુવર્ણકાર, વૈદ્ય, ગણક (જયોતિષી); નૈયાયિક, વૈયાકરણ વગેરેની પ્રશંસા અને નિન્દા બંને આ સુભાષિતોમાં મળે છે. આ સંગ્રહોમાં, તે ઉપરાંત પશુપક્ષીઓની સ્વાભાવિક ચેષ્ટાને સ્વભાવોક્તિ અલંકારની મદદથી નિરૂપતા શ્લોકો મળે છે, તો મોટાભાગના સુભાષિત સંગ્રહોમાં, પશુપક્ષી અને વૃક્ષોને લગતી અન્યોક્તિઓ દ્વારા મનુષ્યોને બોધ આપવાનો ઉદ્દેશ હોય છે. આવા અન્યોક્તિ શ્લોકો દરેક સંગ્રહમાં ઠીક ઠીક સંખ્યામાં હોય છે. કેટલાક સંગ્રહોમાં તો સમસ્યાઓ, પ્રહેલિકા, અન્તર્લીપિકા, બહિર્લીપિકા, કૂટ શ્લોકો વગેરેને લગતો જુદો વિભાગ જ હોય છે. તો અમુક સંગ્રહોમાં હાસ્યપરક શ્લોકોનો પણ એક અલગ વિભાગ હોય છે. આ સંગ્રહોમાં એક મોટો વિભાગ નીતિવિચાર અંગેના સુભાષિતોનો હોય છે, જેમાં મનુષ્યને ઉપયોગી નીતિવિષયક ઉપદેશ આપવામાં આવ્યો છે. ક્યારેક તો આ સુભાષિતોમાં, કાળના પ્રવાહમાં ધરબાયેલી કોઈ લોકકથાના અણસાર પણ મળે છે. સુભાષિત સંગ્રહના મુખ્ય વિષયોની ઉપર્યુક્ત આછી રૂપરેખા પરથી એ સ્પષ્ટ થાય છે કે સુભાષિતોમાં માત્ર બોધપ્રધાન શ્લોકો જ હોય છે, એવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 138