Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રાસ્તાવિક સંગ્રહ તૈયાર કર્યો છે, જે પ્રકાશિત થયો નથી.
- ત્યાર બાદ ઈ.સ. ૧૮૭૨માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત થયેલ સુભાષિતરત્નાકરમાં ૨૩૦ પદ્ધતિઓ છે અને તેમાં આશરે ૩OO0 થી વધારે શ્લોકો છે, તે ભાટવડેકર વડે સંપાદિત છે.
ઈ.સ. ૧૯૧૧માં નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રકાશિત થયેલો “સુભાષિતરત્ન ભાંડાગાર' – એ અત્યાર સુધીના સુભાષિત સંગ્રહોમાં સૌથી મોટો સુભાષિત સંગ્રહ છે. તેમાં લગભગ સાત હજાર શ્લોકો છે.
લ્યુવિક અર્નબાક વડે સંપાદિત થયેલો મહા-સુભાષિત-સંગ્રહ, ઈ.સ. ૧૯૬૪માં પ્રકાશિત થયેલો. આ સદીનો સૌથી મહત્ત્વનો સુભાષિત સંગ્રહ છે. તેના પાંચેક ભાગ અત્યાર સુધી બહાર પડ્યા છે અને તેના પ્રથમ ભાગની શરૂઆતમાં અંગ્રેજીમાં વિસ્તૃત પ્રસ્તાવના છે, દરેક સુભાષિતનું અંગ્રેજીમાં ભાષાંતર છે અને પ્રત્યેક ભાગને અંતે, શક્ય હોય ત્યાં સુભાષિતોનાં કર્તા તેમજ મૂળગ્રન્થની અને વિષયોની અનુક્રમણિકા આપી છે.
સંસ્કૃત સાહિત્યમાં આજદિન સુધી, સેંકડો સુભાષિતસંગ્રહો બહાર પડ્યા છે, તે બધાનો ટૂંકમાં પણ નિર્દેશ કરવો અશક્ય હોવાથી, જે મહત્ત્વના અને ખાસ નોંધપાત્ર હતા, તેમનો જ અહીં નામ સાથે નિર્દેશ કર્યો છે. સુભાષિત સંગ્રહોના મુખ્ય વિષયો :
સંસ્કૃત સુભાષિતસંગ્રહોનો વ્યાપ એટલો વિશાળ છે કે મનુષ્ય જીવનને લગતું કોઈ પણ પાસું ભાગ્યે જ વણસ્પર્ફે રહેતું હશે, તેથી આ સંગ્રહોમાં જે વિષયોને લગતાં અગણિત સુભાષિતો છે તેમનો પૂરેપૂરો ખ્યાલ આપવાનું સાવજ અશક્ય છે, પણ આ સંગ્રહોમાં નિરૂપાયેલા વિષયોનો કંઈક ખ્યાલ આવે એ હેતુથી, મોટેભાગે જે વિષયોનું નિરૂપણ ઘણાખરા સુભાષિત સંગ્રહોમાં મળે છે, તેમનો ટૂંકમાં નિર્દેશ કર્યો છે.
સામાન્ય રીતે આ સંગ્રહોની શરૂઆત ઈષ્ટ દેવદેવીઓની સ્તુતિને લગતાં સુભાષિતોથી થતી હોય છે. ત્યાર બાદ લગભગ કવિ અને કાવ્યપ્રશંસાને લગતા શ્લોકો હોય છે. સજ્જનપ્રશંસા, વિદ્વાનોની પ્રશંસા અને દુર્જનનિન્દા-આ વિષયો બધા જ સંગ્રહોમાં મળે છે. તે ઉપરાંત મુખ્ય સણો જેવાકે સત્ય દયા, નમ્રતા, ક્ષમા, ધીરતા, દાનશીલતા, ભક્તિ, પરોપકાર, અહિંસા, અપરિગ્રહ, વગેરેની પ્રશંસા કરતાં અને તૃષ્ણા, મોહ, પ્રસાદ, અભિમાન, કૃપણતા, લોભ, ક્રોધ, ઈર્ષ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org