Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ सुभाषितसंग्रहसमुच्चय ડૉ. નીલાંજના શાહ પ્રાસ્તાવિક પ્રસ્તુત સુભાષિત સંગ્રહની વિગત આપતાં પહેલાં, સંસ્કૃત સુભાષિતસંગ્રહોના મહત્ત્વ પ્રત્યે ધ્યાન ખેંચવું આવશ્યક જણાય છે. હજારોની સંખ્યામાં સુભાષિતો ધરાવતું સંસ્કૃત સુભાષિત સાહિત્ય એ શિષ્ટ સંસ્કૃત સાહિત્યનો એક વિલક્ષણ પ્રકાર છે. સુભાષિત શબ્દ પોતે સૂચવે છે તેમ; જે કહેવું છે તેને, ને સંક્ષેપમાં સુંદર રીતે કાવ્યાત્મક શૈલીમાં બે કે ચાર પંક્તિઓમાં સચોટ રીતે રજૂ કરે છે. આ પ્રત્યેક સુભાષિત એક સ્વયંસંપૂર્ણ એકમ હોય છે અને આગળ પાછળના સંદર્ભથી તે સાવ સ્વતંત્ર હોય છે. હાલ ઉપલબ્ધ પ્રાચીન કે અર્વાચીન સુભાષિત સંગ્રહોમાંના મોટાભાગનાં સુભાષિતો ઘણાં પ્રાચીન છે એમાં કોઈ શંકા નથી. તે સુભાષિતો ક્યારે રચાયા, કોણે રચ્યા તે વિશેની કોઈ માહિતી આપણી પાસે નથી. સેંકડો વર્ષોથી પંડિતોના મનમાં વિવિધ વિષયો અંગે જે વિચારો ચૂંટાયા કરતા હતા, તે બધા વિચારો, શિષ્ટ અને છંદોબદ્ધ સ્વરૂપે સુભાષિતરૂપે વ્યક્ત થયા છે. સૈકાઓથી સમાજમાં પ્રચલિત એવાં આ સુભાષિતોનું, વિવિધ પદ્ધતિઓ પ્રમાણે વ્યવસ્થિત વર્ગીકરણ કરીને, સંગ્રાહકોએ, સંગ્રહરૂપે, આપણી સમક્ષ મૂક્યા તે માટે આપણે એમના ઋણી છીએ. નોંધપાત્ર સંસ્કૃત સુભાષિત સંગ્રહો પ્રાચીન સંસ્કૃત સુભાષિતસંગ્રહોની વાત કરીએ તે પહેલાં આશરે ઈ.સ.ની છઠ્ઠી સદીની આસપાસ થયેલા ભર્તુહરિના શતકત્રયને આ સંદર્ભમાં યાદ કરવા જરૂરી છે. એક કવિ (ભતૃહારે)એ રચેલાં આ ત્રણે શતકો ખરેખર તો ત્રણ વિષયોનીતિ, શૃંગાર અને વૈરાગ્ય-પરનાં સુભાષિતો જ છે. સુભાષિત સંગ્રહોમાં એમાંનાં ઘણા શ્લોકો ઉદ્ધત થયા છે તે આ બાબતને ટેકો આપે છે. જેને આજે આપણે સુભાષિત સંગ્રહ તરીકે ઓળખીએ છીએ, તેવો, હાલ ઉપલબ્ધ થતા સંગ્રહોમાં સૌથી પ્રાચીન વિદ્યાકરનો “સુભાષિત રત્નકોશ' (ઈ.સ. ૧૧૩૦) છે. તેમાં પચાસ વ્રયાઓમાં વહેંચાયેલા ૧૭૩૯ સુભાષિતો છે. તે ઈ.સ. ૧૯૫૭માં હાવર્ડ ઓરિએન્ટલ સીરીઝમાં કેમ્બ્રિજ (અમેરિકા)થી પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 138