________________
સ્થવિરાવલી
૩૩
ને તે જ વખતે સંકલિત થયેલ સમાવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે તે જોઈશું.
દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમાણની અધ્યક્ષતામાં એકઠા થયેલા શ્રમણ સંઘે પૂર્વોક્ત બંને વાચના સમયે લખાયેલાં સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ મોજુદ હતાં તે સર્વને લખાવી સુરક્ષિત કરવાનો નિશ્ચય કર્યો ને તે શ્રમણસમવસરણમાં બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્યવ કરવામાં આવ્યો અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી ભેદ-ભાવ મટાડી તેને એકરૂપ કરી દીધું અને જે જે મહત્ત્વપૂર્ણ ભેદ હતા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણિમાં સંગ્રહીત કર્યું. કેટલાક પ્રકીર્ણક ગ્રંથ જે કેવલ એક જ વાચનામાં હતા તે તેવા જ રૂપે પ્રમાણ માનવામાં આવ્યા. આ વ્યવસ્થા પછી કંદિલની માથુરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યાં. જ્યાં જ્યાં નાગાર્જુની વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો તે ટીકામાં લખી દેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરોને નાગાર્જુનનુયાયી કોઈ રીતે તજી દેવા તૈયાર ન હતા, તેને તેના મૂલ સૂત્રમાં પણ વાયાંતરે પુળ” એ શબ્દો સહિત ઉલ્લેખવામાં આવ્યા. (જુઓ ટિ. ૧૩૯). આથી આ દેવર્ધ્વિગણિની વાચના નહિ પણ “પુસ્તક લેખન' કહેવામાં આવે છે, ને વર્તમાન જૈન આગમોનો મુખ્ય ભાગ માથુરી વાચનાગત છે, પરંતુ તેમાં કોઈ કોઈ સૂત્ર વાલથી વાચનાનુગત પણ હોવા જોઈએ. સૂત્રોમાં ક્યાંક ક્યાંક વિસંવાદ અને વિરોધ તથા વિરોધાભાસ સૂચક જે ઉલ્લેખ મળે છે તેનું કારણ પણ વાચનાઓનો ભેદ જ સમજવો જોઈએ. (એજન પૃ. ૧૧૨-૧૧૭). શ્રી આદિનાથ પ્રભુની ધાતુ-પ્રતિમા સં. ૧૦૭૭ (ચિત્ર નં. ૩)
-આ પ્રાચીન મૂર્તિ ભારતના વાયવ્ય પ્રાંતમાંથી બાબુ પૂરણચંદ નાહરને પ્રાપ્ત થઈ છે. બંને બાજુ કાયોત્સર્ગમાં ઊભી રહેલી અને મધ્યમાં પદ્માસનમાં બેઠેલી મૂર્તિઓ છે. સિંહાસનની નીચે નવ ગ્રહ અને તેની નીચે વૃષભયુગલ છે. આ કારણે મૂલ મૂર્તિ શ્રી આદિનાથજીની છે અને તે યક્ષ યક્ષિણી આદિ સહિત બહુ મનોજ્ઞ અને પ્રાચીન છે. દરેક ધાતુની પ્રતિમાની પાછળ લેખ પ્રાયઃકોતરેલ હોય છે તે પ્રમાણે આની પાછળનો લેખ આ પ્રમાણે છે - ‘પસ્જક સુત અંબદેવેન | સં. ૧૦૭૭’ (ના. ૨, નં. ૧૦૦૧) આના કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org