________________
સ્થવિરાવલી
આહાર કરી શકે નહીં. આ બધી સમસ્યાનો ‘કેવલી ભગવાનને આહાર ન હોય’ એવો નિર્ણય જાહેર કરી સરળ ઉકેલ કરી નાંખ્યો.
એટલે મુનિવસ્રની પાછળ સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિનો મતભેદ ઊભો થયો. તેમજ એક ઝઘડો સો ઝઘડાને નોતરે એ કહેવત પ્રમાણે સમય જતાં તેમાંથી ઘણા મતભેદોનો જન્મ થયો છે.
એકંદરે દિગંબર આચાર્યોને નગ્નતાની રક્ષા માટે વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, ઉપધિ, કેવલિઆહાર, તીર્થંકરોનાં દ્રવ્યશરીર, દ્રવ્યવચન, દ્રવ્યમન, સાક્ષરીવાણી, શુદ્રમુક્તિ, ગૃહસ્થમુક્તિ, અન્યલિંગમુક્તિ, સ્ત્રીદીક્ષા, સ્રીમુક્તિ, મલ્લિ તીર્થંકરી, તીર્થંકરની પુત્રી વગેરે ઘણી ઘટનાઓનો નિષેધ કર્યો છે અને પોતાના શાસ્ત્રમાં તે જ કિલ્લેબંધીને વધુમાં વધુ મજબૂત કરી છે.
૧૨૩
છતાંય ન્યાયને ખાતર કહેવુ જોઈએ કે દિગંબર વિદ્વાનોએ પોતાની વિરોધી પરંતુ સત્ય વાતોને પણ ક્યાંક ક્યાંક જાહેર કરી દીધી છે. અર્થાત્ દિગંબર મતમાં નિષેધેલ મુનિઓની ઉપધિ કેવલિમુક્તિ અને સ્રીમુક્તિના પોષક પાઠો પણ દિગંબર શાસ્ત્રોમાં છે, જે પૈકીના થોડાએક નમૂના નીચે મુજબ છે.
દિગંબર ગ્રંથોમાં મુનિઉપધિ વસ્ત્ર અને પાત્રના પ્રમાણ પાઠોઃ अप्पडकु उवधि अपत्थणिज्जं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं गेहदु समणो यदि वि अप्पं ॥ २२ ॥ आहारे व विहारे, देशं कालं समं खमां उपधि । जाणित्ता ते समणो, वट्टदि जदि अप्पलेवी सो ॥३०॥
(આ. કુકુન્દ-પ્રવચનસાર)
सेवहि चउवहलिंगं, अब्भितरलिंगसुद्धिमावण्णो । बाहिर लिंगमकज्जं, होइ फुडं भावरहियाणं ॥ १०९ ॥
(આ. ફુકુન્દ-ભાવપ્રાકૃત ગા. ૧૦૯) ववहारओ पुण णओ, दोण्णि वि लिंगाणि भणदि मोक्खरहे । णिच्छयणओ दु णिच्छदि, मोक्खपहे सव्वलिंगाणि ॥
(આ. ફુકુન્દ-સમયપ્રાભૂત ગા. ૪૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org