Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 230
________________ ઃ પ્રેરણા : (સ્થાનકવાસી) ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શાસન અરૂણોદય ગુરુદેવ પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા. (સ્થાપના નિક્ષેપાનો જય જયકાર) મનવાંછિત ફળદાતાર શ્રી ઉવસગ્ગહર સિદ્ધપીઠ. આપણાં સર્વ પર જેનો પ્રભાવ સવિશેષ રહ્યો છે એવા આપણા ૨૩મા તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથ પ્રત્યે ભક્તજનોને અનન્ય ભક્તિ અને શ્રદ્ધાભાવ રહેલાં છે. ગોંડલ સંપ્રદાયના શાસન પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ની પ્રેરણા અને ભાવનાથી ઘાટકોપરના નવનિર્મિત 'પારસધામ'' ના પાવન પ્રાંગણે પરમાત્મા પાર્શ્વનાથની પરમકૃપા વરસાવતી એક દિવ્ય અને અનુપમ “શ્રી. ઉવસગ્ગહર સિદ્ધપીઠ'' સાકાર થઈ છે. સિદ્ધપીઠમાં બિરાજીત પરમકૃપાનિધાન પરમાત્મા પાર્શ્વનાથની અલૌકિક અને સૌમ્ય પ્રતિમા મનને શાંત, પ્રશાંત અને ઉપશાંત કરનારી છે. આચાયદૈવ ભદ્રબાહસ્વામી અનુગ્રહિત શ્રી પાર્શ્વયક્ષ પરિપૂજિત અને જૈન સમાજમાં સુવિખ્યાત શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની “સિદ્ધપીઠ'' એટલે પરમાત્માના પ્રગટ પ્રભાવને અનુભવવાનું અનેરૂં શક્તિ કેન્દ્ર ! મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનાં સિદ્ધ આરાધક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ની શ્રેષ્ઠતમ સાધનાની ઊર્જાશક્તિ આ ‘સિદ્ધપીઠ’માં સમાયેલી છે. (સ્થાનકવાસી પ્રકાશનમાંથી સાભાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232