Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 199
________________ સ્થવિરાવલી ૧૬૩ વરસમાં તેણે પ્રચંડ સેના સાથે ઉત્કલની સીમા ઓળંગી મગધ રાજ્ય ઉપર ચડાઈ કરી, ઈ.સ. પૂર્વે ૧૬૫. પુષ્યમિત્ર તેના સામો થયો, પણ ફાવ્યો નહિ. તેના બહુ સુભટો માર્યા ગયા. પગના ધમકારાથી ધરણી ધ્રુજાવતા કલિંગસૈનિકો રખેને મને ઘેરી લે, એ ભયથી તે છડી સ્વારીએ મથુરા નાસી ગયો. ખારવેલે તેની છાવણી લૂંટી. અસંખ્યાત હાથી ઘોડા રથ વગેરે વાહનો અને પુષ્કળ ખજાનો તેના હાથમાં આવ્યાં. ભાગી ગયેલા ઠાલા શત્રુની વાંસે જવાનું માંડી વાળી વિજયી કલિંગરાજ મેળવેલી ભારે લૂંટ સાથે કલિંગ પાછો ફર્યો. તેની બીજી ને ત્રીજી સવારીઓ. એક વરસ પછી ખારવેલે ભારતવર્ષના ઉત્તરનાં રાજ્યો ઉપર ફરી સવારી કરી. એની વિગત કંઈ જાણવામાં નથી. પરંતુ પહેલી સવારીની પેઠે આ બીજી કેવળ અભિદ્રવરૂપ હશે, એમ જણાય છે. જે એનું કંઈ પણ સંગીન ફળ નીપજ્યું હોય, તો ઈ. સ. પૂર્વે ૧૬૧ માં એને ત્રીજી વારની સવારી કરવી પડે નહિ. આ છેલ્લી સવારીમાં દક્ષિણાપથની પેઠે ઉત્તરાપથમાં પણ પોતાની આણ વર્તાવવાનો એનો સંકલ્પ હતો. સાહસિક સુભટોના અને મહાબળવાન હાથીઓના સૈન્યના સ્વામીને એ અશક્ય ન હતું. તેને આવતો સાંભળી મગધની પ્રજામાં ત્રાસ ફેલાયો. બે સમોવડિયા સમર્થ રાજાઓ વચ્ચે જે દારુણ વિગ્રહ જનમ્યો, તેમાં પુષ્યમિત્રે ચડી આવનાર રાજાના હાથે સખત માર ખાધો. છેવટે તે હારીને ખારવેલને તાબે થયો. મગધરાજને નમાવ્યા પછી તેણે ઉત્તરાપથના બીજા રાજાઓને પણ વશ કર્યા. આદિતીર્થકર ઋષભદેવની મૂર્તિ નંદ રાજા ઉપાડી ગયો હતો, તે આ સવારીમાં પાટલિપુત્રથી રાજગૃહ પાછી આણી જૈન વિજેતાએ નવા ભવ્ય પ્રસાદમાં ભારે ઉત્સવસમારંભથી તેની સ્થાપના કરી. ૨૬ ૨૬-૨૭ જુઓ નીચેનો ઉતારો વીર રવ....સહ....દિ વિતાચયંતો તપથરીનાનો....માથાનંદ विपुलं भयं जनेंतो हथिसथं गंगायं पाययति । मागधं च राजानं बहु पटिसासिता पादे वंदापयति । नंदराजनितस अगजिनस....राजगहे रतनपडिहारेहि अमगधे वसितु नयरिं...., विजाधरुलेखिअंबरानि सिहरानि निवेसयति । सतवसदानपरिहारेन अभूतमकरियं हथिनं दानपरि हारं....आहारापयति । इध सतत....उतरापथवासिनो સાત્તિ | અહી ડૉ. ભગવાનલાલના પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232