Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 201
________________ સ્થવિરાવલી ૧૬૫ ૩૦. જુઓ હસ્તિગુફાના લેખના અંતભાગમાં આપેલા બિરુદો : યથા (૭)....."વિશે સત્નો સવાણંદપૂનો....તાને સંહારારો (अ) पतिहतचकिवाहनबलो चकधरो गुतचको पसंतचको राजसिवंसकुलविनिगतो महाविजयो राजा खारवेलसिरि ૩૧. જુઓ ખારવેલના રાજ્યકાળના નવમા બારમા અને તેરમા વરસની હકીક્ત. (આ પ્રાચીન લેખના પ્રામાણિત અક્ષરો આ રીતે ઉકેલાવાથી (જૈન થf I मौलिक इतिहास भाग ३, पान २३४-२३५ (ले. स्थानकवासी आचार्यश्री ઢસ્તામતનો મહારન) માં એને જે રીતે ઉકેલાયો છે, તેમાં ખૂબ મહત્ત્વનો સુધારો થઈ જાય છે અને એથી જિનમૂર્તિની માન્યતા, પૂજનીયતા, પ્રાચીનતા આદિમાં સાચો પ્રામાણિક પ્રકાશ મળે છે. - સંપાદક) | (હવે “મથુરાનો કંકાલી ટીલો' મૂળ લેખક ચંદ્રચૂડ ચતુર્વેદી અનુવાદક વિહારી, જેન જ્યોતિ પુસ્તક બીજું અંક સાતમો - વિ.સં. ચૈત્ર ૧૯૮૯માંથી - સંપાદક) ડો. સુહરરે ઈ.સ. ૧૮૯૫માં પણ આ કંકાલી ટેકરાનું ખોદકામ કરી અનેક વસ્તુઓ કાઢી છે. જેમાંથી તીર્થકર મહાવીરની એક પુરા કદની મૂર્તિમાં સં. ૨૯૯નો એક લેખ મળ્યો છે. આ સંવત કુશનવંશી કનિષ્ક હવિષ્ક તથા વાસુદેવ વગેરે રાજાઓનો છે. આ સંવતનો પ્રારંભ અત્યાર સુધી ઈ.સ. ૭૮માં થયાનો મનાતું હતું અને લોકો સમજતા હતા કે તેને કનિષ્ક ચલાવેલ છે. કિંતુ જ્યારથી આ શિલાલેખ મળ્યો ત્યારથી વિદ્વાનોનો તે મત બદલાઈ ગયો છે. અત્યારે એવી માન્યતા છે કે આ સંવત ઈ.સ. પૂર્વે ૫૦માં શરૂ થયો હશે. કેટલાક લેખો એવા છે કે જેમાં કોઈ સંવંત નથી જે ઈ.સ. પૂર્વે ૫૦ વર્ષથી વિશેષ જૂના છે આ ટેકરામાં જે વસ્તુઓ મળી છે તે જૈન ગ્રન્થોમાં લખાયેલ બાબતોને દઢ કરે છે, અર્થાત્ જે કથાઓ જૈન ગ્રન્થોમાં છે તે ચિત્રો અને મૂર્તિઓના આકારમાં અહીં ખોદેલી છે. વળી એક વાત સિદ્ધ થાય છે તે એ છે કે જૈન ધર્મ એ અતિપુરાણો ધર્મ છે. આ ધર્મના અનુયાયીઓ બે હજાર વર્ષ પહેલાં પણ તેના ૨૪ તીર્થકરોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232