Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 181
________________ સ્થવિરાવલી ૧૪૫ આચાર્ય શ્રીવીરસૂરિ - આ. માનતુંગસૂરિની પાટે શ્રીવીરસૂરિ થયા. તેમણે વિ.સં. ૩૦૦ (૩૬૦)માં નાગોરમાં ભ. શ્રીનમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય શ્રી જયદેવસૂરિ - આ. વીરસૂરિની પાટે આ. જયદેવસૂરિ થયા છે. વીરવંશાવલી’ના ઉલ્લેખ પ્રમાણે તેમણે રણથંભોરની પહાડી પર જિનાલયમાં ભગવાન પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી અને પદ્માવતીની સ્થાપના કરાવી હતી. તેમજ મારવાડના થળી પ્રદેશમાં વિચરી ભાટી રજપૂતોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. સ્વર્ગ વીર સં. ૮૩૩. - આચાર્ય શ્રીદેવાનંદસૂરિ - આ. જયદેવસૂરિની પાટે આ. દેવાનંદસૂરિ થયા છે. વીરવંશાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે કચ્છ સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને હરાવ્યા હતા અને પ્રભાસપાટણમાં ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. તાર્કિકશિરોમણિ આ. મલ્લવાદી અને રાજા આદ્ય શિલાદિત્ય આ અરસામાં થયા છે. આ અરસામાં આ. સ્કંદિલ, આર્ય જબૂ, આહિમવંત, આ. નાગર્જુન અને આ. ગોવિંદ વગેરે મૃતઘર થયા છે, આ જ અરસામાં ચોથી આગમવાચના અને વલભીભંગ વગેરે ઐતિહાસિક ઘટનાઓ બની છે. આ. મલવાદિસૂરિ : આ. મલવાદીએ વીર સં. ૮૮૪માં (વિ.સં.૪૧૪)માં બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધ વ્યંતરોને જીત્યા. આચાર્ય દેવાનંદસૂરિ રાજા શિલાદિત્ય – સૂર્યદેવે આ બાળકને પોતાનો પુત્ર માની મદદ કરી વલભીનો રાજા બનાવ્યો. તે શિલા મારી મારીને પોતાના શત્રુનો નાશ કરતો હતો તેથી શિલાદિત્ય એ પ્રમાણે તેનું નામ જાહેર થયું. તે પરમ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232