________________
સ્થવિરાવલી.
હતો. ત્યાં પર્વત ઉપર એક કાય-નિષીદી અર્થાત્ જૈનસ્તૂપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે કે જેના ઉપર ભ. પાર્શ્વનાથનાં ચિન્હો તેમજ પાદુકાઓ છે. અને જે કોરી કાઢેલા છે, અને બ્રાહ્મી લિપિમાં લેખવાળા છે.
૮૫. જુઓ શ્રીયુત જાયસવાલનો છેલ્લો ટૂંકો હિંદીલેખ નામે ત્નિ વર્સિ महाराज खारवेल के शिलालेखका विवरण नागरी प्रचारिणी पत्रिका भाग ८ સંવ ૩ પૃ. ૩૦૨ કે જેનું ગુજરાતી ભાષાંતર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૪ પૃ.૩૬૬માં પ્રસિદ્ધ થયેલું છે. તેમણે આની પહેલા અનેક વખત અથાગ મહેનત કરી અનેક લેખો અંગ્રેજીમાં લખ્યા છે તે પાટણના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રેજી પત્રમાં પ્રકટ થયા છે. વળી જુઓ જિનવિજયજી કૃત પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૧ લો તથા દિવાનબહાદુર કેશવલાલ હ. ધ્રુવનો ઉહાપોહ “આદિશંગ પુષ્યમિત્ર' નામના પોતાના લેખમાં કર્યો છે તે-“સાચું સ્વપ્ન'ની પ્રસ્તાવનામાં.
૧૪૩. બીજી બાજુ ઈ.સ. પૂર્વે બીજા સૈકાનો એક શિલાલેખ ઓરિસામાં ખંડગિરિ પરની હાથી ગુફાનો મળે છે તે પૂરવાર કરે છે કે જૈનો ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં (અગ્નિ ખુણામાં) ઠેઠ કલિંગ સુધી પ્રસર્યા હતા. તે લેખો કલિંગચક્રવર્તી મહારાજ મહા મેઘવાહન ખારવેલનાં છે. હાલ જેને ઓઢિયાઓરીસા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉત્કલ દેશની દક્ષિણે આવેલો કલિંગદેશ હતો. એ પૂર્વ સમુદ્રના કાંઠે ગોદાવરીનાં મુખ સુધી પ્રસર્યો હતો. ખારવેલે મગધ દેશ પર એ વખત સવારી કરી અને જે શ્રી ઋષભદેવની જૈનમૂર્તિ - “કલિંગજિન” નામક મૂર્તિ મગધરાજ નંદરાજ૮૪ કલિંગમાંથીઉડીસામાંથી ઉઠાવી પાટલીપુત્ર લાવ્યો હતો તે મૂર્તિ ખારવેલ પાછો લઈ આવ્યો ને તે સાથેજ અંગમગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયો. તે અંધ, મહારાષ્ટ્ર અને વિદર્ભદશને પણ પોતાના કલિંગની છાયા નીચે લાવ્યો અને તેનો પ્રતાપ રાજ્યકાળના બીજા જ વર્ષમાં નર્મદા અને મહાનદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો. “આખા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડ્યદેશ સુધી એની વિજયપતાકા ઉડી હતી. એની રાણીએ કલિંગના જૈન સાધુઓ માટે પ્રાસાદ કરાવ્યો. પોતાના સ્વામીને કલિંગ ચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org