________________
સ્થવિરાવલી
૯. જૈન મુનિઓના સમાધિસ્થાને સ્તૂપ અને મંદિરો બનતાં હતાં, તેમ ઈસાઈ ધર્મગુરુઓના સમાધિસ્થાને કબ્ર અને મંદિરો બનતાં હતાં. રોમીયાજક કાપુસે ઈ.સ. ૨૦૦માં પેત્રુસ અને પૌલુસને દફનાવેલ તે સ્થાનની કબરો બનાવી હતી અને મોટા રાજા કોસ્ટંટીનુસે તે બંને કબરો ઉપર બે શોભિતાં મંદિરો બનાવ્યાં. આજે તે દુનિયાનાં મોટામાં મોટાં અને સારામાં સારાં મંદિરો છે.* (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧)
આ પવિત્ર પેત્રુસ અને પૌલુસને વિધર્મીઓએ ઈ.સ. ૬૭માં ક્રૂસ ઉપર ચઢાવેલ છે, કાપી નાખ્યા છે. (૧) સુવાર્તા લેખક પવિત્ર યોહાન્ન ઈ.સ. ૯૬ પછી મૃત્યુ પામેલ છે. (૫) ઓરિગેનેસે ઈ.સ. ૧૮૫ થી ૨૫૪ના ગાળામાં હેમાપલા કરીને બાઈબલ રચ્યું છે. એટલે તેણે સાત બાઈબલના તરજુમાનાં વચનો મુકાબલો કરવાને વાસ્તે એક પાનામાં સાત હારોમાં મૂક્યાં છે. તે યાજક થઈ ગયો છે પણ પાંચમી કો ંતીનોપલની મંત્રીસભાએ તેને પાખંડી તરીકે જાહેર કર્યો હતો. બાઈબલ પ્રથમ ગ્રીક ભાષામાં લખાયેલું હતું પણ પછીના લેખકોએ લેટિન ભાષા વાપરી છે. (કેથોલિક ઈતિહાસ, પૃ. ૮)
૧૦૯
૧૦. ઈસામસીહે જૈન સંઘના આચાર્યો, મુનિઓ અને સિદ્ધપુત્રની માફક ધર્માધ્યક્ષ, યાજક અને દીયાકોનુસ (સેવક) એમ ત્રણ વર્ગો સ્થાપ્યા હતા. પછી સમય જતાં શ્રીસભાએ દ્વારપાળ, વાંચનાર, ભૂત કાઢનારા અને પાછળ ચાલનાર એ ચાર વર્ગો વધાર્યા છે; જેમાં વિધવા સ્ત્રીઓને પણ દેવદાસી પેઠે દાખલ કરવામાં આવી હતી. (કૈથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨)
૧૧. (જેમ) જૈન મુનિઓ બ્રહ્મચારી રહેતા હતા, તેમ ધર્માધ્યક્ષો અને યાજકો બ્રહ્મચારી રહેતા હતા. પછી સમય જતાં પૂર્વમાં યાજકોએ સ્ત્રીને રાખવાનું શરૂ કર્યું; છતાંય પૂર્વમાં એ રિવાજ તો આજેય પણ છે કે, પરણેલો પુરુષ યાજક કે ધર્માધ્યક્ષ થઈ શકે નહીં. (પૃ.૧૨.) જો કે ઈ.સ. ની સાતમી સદીમાં થયેલા રાજા હેનરીએ ઈંગ્લેન્ડમાં યાજકોને લગ્ન કરવાનું બંધ કર્યુ હતું અને ૨ વડાધર્માધ્યક્ષો, ૧૮ ધર્માધ્યક્ષો, ૧૩ મઠાધ્યક્ષો તથા ૫૦૦ મઠવાસી પાદરીઓને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org