________________
સ્થવિરાવલી
કિન્તુ વિદિશાની વાયવ્યમાં રહેલ વેસનગરમાં સ્વર્ગે ગયા છે જે સ્થાનનાં બીજાં નામો ચૈત્યગિરિ અને ભદ્દલપુર મળે છે.
૮૩
(૨) દિગમ્બર બ્રહ્મચારી નેમિદત્તજી પણ શ્રુતકેવલી શ્રીભદ્રબાહુનું સ્વર્ગગમન ઉજ્જૈન પાસે જ બતાવે છે.
उज्जयिन्यां सुधीर्भद्रः, वटवृक्षसमीपके ।
ક્ષુવિયામાવિ નિત્વા, સંન્યાસેન સસ્ત્રતઃ રદ્દ॥ स्वामी समाधिना मृत्वा, सम्प्राप्तः સ્વર્ગમુત્તમમ્ ॥૨૭॥ (‘આરાધના થાજોષ' થા ૬)
આચાર્ય શ્રીસ્થૂલિભદ્રસૂરિ :- આ. સંભૂતિવિજયસૂરિજી અને આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામીની પાટ ઉપર મહાપ્રતાપી અને કામવિજેતા શ્રીસ્થૂલિભદ્રજી આચાર્ય થયા.
જૈન રાજાઓ વગેરે - આ સમયે નવમો નંદ રાજા તથા મંત્રી શકટાલ અને મંત્રી શ્રીયક જૈન મંત્રીઓ થયા છે, તેમજ યક્ષા વગેરે સાત બહેનો પ્રાભાવિક સાધ્વીઓ થઈ છે.
મોર્યવંશ - સમ્રાટ ચંદ્રગુપ્ત ઃ- ભારતના ઈતિહાસમાં મૌર્યવંશનું રાજ્ય સ્થાપનાર મહારાજા ચંદ્રગુપ્ત થયો છે. સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન મંદિરો બંધાવ્યાનો અને જૈન મૂર્તિઓ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની એક પ્રાચીન મૂર્તિ ત્રણસો વર્ષ પહેલાં ઘાંઘાણી તીર્થમાં બિરાજમાન હતી, એવો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે.
મૌર્ય ચંદ્રગુપ્ત જૈનધર્મી હતો; એમ તો દરેક વિદ્વાન સ્વીકારે છે
સમ્રાટ બિન્દુસાર - સમ્રાટ ચંદ્રગુપ્તનો આ પુત્ર હતો. બિન્દુસાર જૈનધર્મી હતો. યદ્યપિ આ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખો મળતા નથી પરંતુ એનો પિતા જૈનધર્મી હતો, ચાણક્ય મંત્રી જૈનધર્મી હતો અને અશોક પણ શરૂઆતમાં જૈનધર્મી હતો, આ જોતાં બિન્દુસાર જૈનધર્મી હોય એમ લાગે છે. મૌર્યસમ્રાટ બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org