________________
સ્થવિરાવલી
સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે.
પહાડપુર - બંગાળમાં (બોગરા જિલ્લામાં – E.B.R.ના જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર) પહાડપુર ગામ છે, જેનું પ્રાચીન નામ પૌંડ્રવર્ધન છે. ઈતિહાસ કહે છે કે, અંતિમ શ્રુતકેવળી આ. ભદ્રબાહુસ્વામીના શિષ્ય ગોદાસનો મુનિગણ અહીં વિચરતો હતો. તેની ત્રીજી શાખા પણ પૌંડ્રવર્ધનિકા નામથી પ્રસિદ્ધ છે. પહાડપુરનો પ્રાચીન ટીલો ખોદતાં તેમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તેમાં લખ્યું છે કે, ગુમ સંવત ૧૫૯માં વટગોહલી ગામના એક બ્રાહ્મણદંપતીએ નિર્ગુન્થ વિહારની પૂજા માટે ભૂમિદાન કર્યું. (‘મોડર્ન રીવ્યુ ઓગષ્ટ સને ૧૯૩૧, પૃ. ૧૫૦.) આ ગુમ સંવત તે મૌર્ય ચંદ્રગુપ્તનો લાગે છે, જેનું બીજું નામ મૌર્ય સંવત છે. સાંચી સ્તૂપ, ભુવનેશ્વર સ્તૂપ અને પહાડપુર સ્તૂપમાં ઘણી સામ્યતા છે, કેમકે એ ત્રણે જૈન સ્તૂપો છે.
માળવાની ગુફાઓ : ઉદયગિરિ - વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિમાં ૨૦ ગુફાઓ બની હતી. જે પૈકીની પહેલી અને છેલ્લી ગુફાઓ તો આજે પણ જૈન ગુફાઓ તરીકે ઓળખાય છે. વીસમી ગુફામાં આર્યભટ્ટ શાખાના મુનિ શંકરભદ્રે ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેનો શિલાલેખ આજે પણ મળે છે.
ધુમનાર – બુંદીથી કોટા જતા વચમાં વારોલી, ધુમનારની પહાડી, ચંબલ નદી અને ઝાલરાપટ્ટન-ચંદ્રાવતી વગેરે સ્થાનો આવે છે.
ધુમનારની પહાડીનો વ્યાસ દોઢેક કોશનો છે. ઊંચાઈ ૧૪૦ ફીટની છે. ઉપર સપાટ ભાગ છે. ચારે બાજુ કુદરતી કોટ છે, જે કોટમાં લગભગ ૧૭૦ ગુફાઓ છે. કોઈ કોઈ ગુફાઓમાં તો ઊભી અને બેઠી જૈન મૂર્તિઓ તથા બૌદ્ધ મૂર્તિઓ પણ છે. ચંબલ નદી તરફની ગુફા તો જૈન ગુફા છે. તેના સ્તંભોમાં જૈન કારીગરી વિદ્યમાન છે. અહીં ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની મૂર્તિઓ છે. જેને લોકો પાંડવ તરીકે પૂજે છે. એક ચંદ્રપ્રભુની પ્રતિમા પણ વિદ્યમાન છે. આ દરેક મૂર્તિ દશ-અગિયાર ફીટ ઊંચી છે. બીજી એક ૧૦૦ ફીટ લાંબી, ૮૦ ફીટ પહોળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org