________________
સ્થવિરાવલી
હતો, જે જૈનધર્મનો પરમ ઉપાસક હતો. તેની રાણીઓ પરમજૈન હતી. તેઓની વિનતિથી આચાર્યમહારાજ ત્યાં ચાતુર્માસ રહ્યા. રાજા અને તેની રાણીઓ પણ અમાસના પૌષધ આદિ ધર્મારાધના કરતાં હતાં. ત્યાં પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા. ભાદરવા શુદ પાંચમને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું, પરંતુ તે વખતે તે પ્રદેશમાં ભાદરવા સુદ ૫ નો દિવસ લૌકિક ઈન્દ્રપર્વ તરીકે ઉજવાતો હતો અને તેના મહોત્સવમાં રાજાપ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ સૂરિજીને વિનંતિ કરી કે, ભાદરવા શુદ ૫ લૌકિક પર્વમહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તો આપ સંવત્સરીપર્વ ભાદરવા શુદ ૫ ને બદલે ભાદરવા શુદ ને દિવસે કરો, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. આચાર્યમહારાજે જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનંતી કરી કે તો અણાગતચોથે સંવત્સરી કરો. આચાર્યમહારાજે જણાવ્યું કે, ‘ભલે તેમ કરીશું.’ એટલે આચાર્યમહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભા.શુ. પને આગલે દિવસે ભા. શુદ ને ૪ને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી, બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દરવર્ષે ભા. શુદ ને ૪ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું, ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. શુદ ૪ને દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવ્યું છે અને આજે પણ એ જ અણંતર ચોથે સંવત્સરી ઉજવાય છે.
महाविभूइए पविट्ठो कालगज्जो । पविट्ठेहिं य भणियं, भद्दवयसुदपंचमीए पज्जोसविज्जति । समणसंघेण य पडियन्नं ॥ ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवित्तीए इंदो (इंद-महो) अणुजाणेयव्वो होहिति । साहू चेइएण पज्जुवासेस्सं, तो छट्ठीए पज्जोसवणा किज्जउ । आयरिएण भणियं ण व अइक्कमे । ताहे (रन्ना) भणियं - तो अणागयाए चउत्थीए पज्जोसविज्जउ ? | आयरिएण भणियं - एवं भवउ । ताहे चउत्थीए पज्जोसवितं ।
एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ, सा चेव अणुमया सव्वसाहूणं । (શ્રીનિશીથસૂત્રવૃત્તિ, ૩. ૨૦ / પર્યુષાતાં)
तो चउत्थीए भवतु ।
रन्ना भणितं आयरिएण भणियं - एवं होउ त्ति, चउत्थीए कता पज्जोसवणा । एवं चउत्थी वि जाया कारणिया । (पर्युषणाचूर्णि )
Jain Education International
re
For Private & Personal Use Only
www.jainelibrary.org