Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ શ્રમણ શિક્ષામાંથી ઉદ્ધૃત કલ્યાણકારી હિતેાપદેશ આ સંયમ પામ્યા પછી પણ સંયમ સારી રીતે પળાય નહિ, સયમ ચિત રહે નહિ, સૌંયમમાં રસ આવે નહિ, સંયમ પાળવાનું મન પણ ન થાય, અસચમ તરફ મન ઢળ્યા કરે, આમ અસયમમાં જીવાય તા તેવા આત્માની દુર્ગતિ થાય છે એમ શાસ્ત્રા કહે છે. માટે સયમ પામ્યા પછી તેનું અપ્રમત્તપણે પાલન કરવા માટે બીજી ઉપાધિમાં ન પડતાં સુંદરમાં સુંદર સાધુપણું કેમ પળાય? તેની ચિંતા કરવા માંડા ? આ પિરણત જાળવવા માટે સતત સ્વાધ્યાય જોઇએ. સ્વાધ્યાય એ સુંદરમાં સુંદર આલખન છે. આજે તા સ્વાધ્યાય ભાગતા જાય છે. સ્વાધ્યાય નાશ પામતા જાય છે. જે સ્વાધ્યાયના રસ નહિ જાગે તા સચમની સાચી સાધના નહિ થાય. એટલે આ બધા ધર્મ દેખાવના થઈ જશે. સંસારના ભય પામી, કુટુંબ-પરિવારને "ધનરૂપ માની, જે સાધુ થયા છે, તે જ સાચા સાધુ છે. સંસારના તેમજ કુટુંબ-પરિવારના ત્યાગ કરી જે સાચા સાધુ થયા છે, તેણે સંસારના બધા સ"બધા વાસિરાવી દીધા છે. એટલે હવે તેને દુનિયાના કોઇ પદ્મા'ની અસર નથી. આ રીતે સાધુ થયેલાને જોહુ નિયાના કોઈ પદ્મા ની અસર રહી જાય તા તેના સયમથમ એળે જાય. આ વાત જો હૈયામાં ઉતરે તે ધારીએ તેટલી આરાધના થઇ શકશે. સ્વાધ્યાય સારા થવા લાગશે, જેમ જેમ સ્વાધ્યાય સુંદર થશે, તેમ તેમ સચમમાં રસ વધશે તે સયમના સાચા સ્વાદ આવશે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122