________________
પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે, ધર્મપથ્યની જેને રુચિ ન હોય તેઓ ધર્મ સાંભળવામાં અવજ્ઞા કરતા હોય છે; ધર્મના પરમાર્થનો રસ લેવામાં ઉદાસીન હોય છે. આવા આત્માઓને કોઈ વાર ધર્મના શ્રવણનો પ્રસંગ આવે ત્યારે નિરુપાયે તેઓ ધર્મશ્રવણ કરે, પરંતુ તે વખતે ધર્મના પરમાર્થમાં તેમને રસ નથી હોતો. આથી ધાર્મિક લોકોનો તેઓ સંપર્ક રાખતા નથી. ધર્મશ્રવણ પ્રત્યે અવજ્ઞા હોવાના કારણે ધર્મ સાંભળવાનો ભૂલેચૂકે પણ પ્રસંગ ન આવે એ માટે શક્ય પ્રયત્ને તેઓ ધાર્મિક જનોથી દૂર રહેતા હોય છે-આ બધાં ધર્મપથ્યની અરુચિનાં સ્પષ્ટ લિંગો છે. પાપસ્વરૂપ રોગને દૂર કરવાથી ધર્મને પથ્ય કહેવાય છે. રોગીઓને જેમ પથ્ય રુચતું નથી, તેમ ભવના રોગીઓને ધર્મપથ્ય રુચતું નથી, જે ઉપર જણાવેલાં તેની અરુચિનાં લિંગોથી સ્પષ્ટપણે જણાય છે. ધર્મપથ્યમાં અરુચિ સ્વરૂપ પાપવિકાર, ધર્મ—આરોગ્ય પ્રાપ્ત થયા પછી નડતા નથી. ૫૪-૧૨॥
***
આ પૂર્વે નવમી ગાથામાં ધર્મારોગ્યની પ્રાપ્તિના કારણે જે પાપવિકારોની પીડા થતી નથી તેને જણાવતી વખતે ન ચ પાપા ોષવૃતિ:-આ પ્રમાણે જણાવ્યું હતું. તે ક્રોધકંડૂતિનું લક્ષણ-ચિહ્ન કહેવાય છે
सत्येतरदोषश्रुतिभावादन्तर्बहिश्च यत्स्फुरणम् । अवियार्य कार्यतत्त्वं तच्चिनं क्रोधकण्डूतेः ॥४- १३॥
૧૩૫