Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 445
________________ અને આગમાન્તરમાં તો અનુપપન્ન અર્થ જ પ્રાપ્ત થતો હોય છે. તેથી અનુપપત્તિના પરિહારનો ઉપદેશ યદ્યપિ નિરર્થક છે. પરંતુ આગમાન્તરનાં બધાં જ વચનો પ્રમાણભૂત છે કે જે મૂલ આગમથી ભિન્ન નથી, પરંતુ તેને અનુસરનારાં છે. તેથી એ બધાં વચનોને મૂળ આગમની સાથે સરખાવીને તેની ઉપપત્તિ-સતિ જ કરવી જોઈએ. આ રીતે કરવાથી જ તો સમ્યગ્દષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત પણ સભ્યશ્રુત બને છે. મિથ્યાશ્રુત પ્રત્યેની અરુચિ વસ્તુતઃ દૃષ્ટિવાદની અરુચિમાં પરિણમનારી છે, આ વાત ઉપદેશપદાદિ ગ્રંથમાં સુપ્રસિદ્ધ છે..ઈત્યાદિ ત્યાંથી સમજી લેવું જોઈએ. ૫૧૬-૧૩।। *** આગમાન્તરમાં દ્વેષ કેમ ન કરવો તે જણાવાય છે અર્થાત્ આગમાન્તરમાં દ્વેષ ન કરીએ તો તેથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની પ્રાપ્તિના આશયથી જ દ્વેષ નહિ કરવાનું જણાવાય છે www अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टांगिकी तत्त्वे ॥ १६-१४॥ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધપ્રતિપત્તિ અને પ્રવૃત્તિ-આ પ્રમાણે આઠ અડ્ગવાળી તત્ત્વપ્રવૃત્તિ છે.’-આ પ્રમાણે ચૌદમી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે યોગની પ્રવૃત્તિ સ્વરૂપ તત્ત્વની પ્રવૃત્તિ છે. તત્ત્વની પ્રવૃત્તિ અદ્વેષથી આરંભાય છે અને જિજ્ઞાસાદિના ક્રમે પ્રવૃત્તિમાં સમાપ્ત થાય છે. તત્ત્વના વિષયમાં અપ્રીતિ ન થવા સ્વરૂપ અદ્વેષ છે. ૪૪૨

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450