Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 443
________________ એકદેશ સ્વરૂપ જ અન્ય આગમ બને છે, પરંતુ તે મૂલાગમ સ્વરૂપ બનતું નથી. કારણ કે ઔદમ્પર્વની શુદ્ધિના અભાવે મૂલાગમના કોઈ એક વાક્યના અન્યથા-વિપરીતપણે ગ્રહણથી મૂલસ્વરૂપે તે અર્થ ગૃહીત બનતો નથી. કોઈ વચન, તેના સમાનાર્થક વાક્યથી સંગત ન હોય એવા વાક્યાન્તરથી મિશ્રિત હોવાથી તેનું વિપરીતસ્વરૂપે ગ્રહણ થાય છે. તેથી તે પ્રમાણભૂત સુપરિશુદ્ધ રહેતું નથી. મૂલાગમમાં જેમ કોઈ વાક્ય અર્થવાદ[જે બન્યું હોય તે જણાવનાર]રૂપે હોય તો તેને વિધિસ્વરૂપે ગ્રહણ કરાય તેમ જ જે અપવાદસ્વરૂપે હોય તેનું ઉત્સર્ગસ્વરૂપે ગ્રહણ કરાય તો તેને અન્યથા ગ્રહણ કહેવાય છે. તેને કોઈ જ પ્રમાણભૂત ન ગણે-એ સમજી શકાય છે. આથી જ જેઓ ઐદત્પર્યાર્થના અર્થી છે એવા સમતાને ધરનારા અન્યતીર્થિકો પણ ઐદપર્યાર્થનાં વિરુદ્ધ વાક્યોને ધ્યાનમાં લીધા વિના; જેટલું સદ્ગત છે તેટલું જ ઈચ્છે છે. પરંતુ મિથ્યા એકાંત-કૃદાગ્રહથી [આ અમારા શાસ્ત્રમાં છે માટે બરાબર છે-આવા આગ્રહથી વિરુદ્ધ અર્થને ઈચ્છતા નથી. ઈત્યાદિ વિવેકપૂર્વક વિચારવું. જ્ઞાનાદ્વૈતાદિમાં તાત્પર્યભૂત ભવ અને ભવનો વિગમ સદ્ગત થતો નથી, તેથી તેને જણાવનારાં તે તે આગમ પ્રમાણભૂત નથી. આવા અપ્રમાણભૂત આગમનું અવલંબન એ જ દોષ છે. ૧૬-૧રા આ રીતે મૂલાગમથી અતિરિક્ત તેના એકદેશસ્વરૂપ અન્યથા ગ્રહણ કરેલા આગમ પ્રત્યે દ્વેષ કરશે કે નહિ ?

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450