Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 442
________________ [અનાદિપારિણામિક ભાવ : આ ત્રણ, ભવ અને ભવવિગમના કારણ તરીકે નિયમે કરી સારી રીતે વિચારવા જોઈએ. ૧૬-૧૧ પુરુષાદ્વૈત અથવા જ્ઞાનાદ્વૈતવાદીઓએ આગમનું આલંબન લઈને જ સિદ્ધાંત સ્વીકાર્યો છે; તેથી તેમાં તેમને કયો દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી. કારણ કે આગમને અનુસરીને પ્રવર્તવાનું તો ન્યાયસન્નત હોય છે-આવી શકાના સમાધાન માટે જણાવાય છે – ऐदम्पर्यं शुद्ध्यति यत्रासावागमः सुपरिशुद्धः । तदभावे तद्देशः कश्चित् स्यादन्यथाग्रहणात् ॥१६-१२॥ જે આગમમાં તાત્પર્ય શુદ્ધ બને છે તે આગમ સુપરિશુદ્ધ છે. તાત્પર્યાર્થિની પરિશુદ્ધિનો અભાવ હોય તો અન્યથા ગ્રહણ કરવાથી પરિશુદ્ધ આચમના દેશ સ્વરૂપ બીજાં જ કોઈક તે આગમ બનશે.”-આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિવક્ષિતનિરૂપણ કરવા માટે ઈચ્છેલો] જે કોઈ અર્થ છે તેને પ્રકૃતાર્થ કહેવાય છે. પ્રકૃતાર્થને સદ્ગત કરવાનું તાત્પર્ય દરેક આગમનું હોય છે. એ તાત્પર્યને ઐદત્પર્ય કહેવાય છે. જે આગમમાં ઐદત્પર્યની શુદ્ધિ એટલે કે ઐદપૂર્યનો નિર્વાહ થાય છે, એ આગમ પ્રમાણભૂત છે. કારણ કે પ્રમાણભૂત શબ્દ[આગમનો વ્યાપાર તાત્પર્ય-અર્થ સુધી હોય છે અર્થાત્ તાત્પર્ય-અર્થના જ્ઞાન સુધી પહોંચાડનાર આગમ છે. ઐદમ્પર્ધન નિર્વાહ ન થાય તો પરિશુદ્ધ આગમના

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450