________________
પદાર્થની પરિકલ્પના જેમ સંસારાવસ્થામાં છે તેમ તે મુક્તાવસ્થામાં પણ રહેવાની. કારણ કે તેનો નાશ થવાનું કોઈ કારણ નથી. આથી સંસાર અને મોક્ષ ઉભય અવસ્થામાં પરિકલ્પના રહેવાથી સંસાર અને મોક્ષમાં ભેદ નહીં રહે. પરિકલ્પનાના બીજનો સદ્ભાવ માની લઈએ તો એ બીજના ભાવાભાવને લઈને સંસારમાં અને મોક્ષમાં જે ભેદ છે તે સદ્ગત થઈ શકશે પરંતુ તેથી પુરુષથી અતિરિક્ત અથવા જ્ઞાનથી અતિરિક્ત વસ્તુનો સ્વીકાર કરવાથી બંન્ને અદ્વૈત[પુરુષાદ્વૈત અને બોધાદ્વૈતવાદીઓને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસન્ન આવે છે. ૧૬-૧૦ *
આ રીતે પરપક્ષનું નિરાકરણ કરી પોતે જણાવેલી ત્રણ વસ્તુનું સમર્થન કરાય છે – ,
तस्माद् यथोक्तमैतत्त्रितयं नियमेन धीधनैः पुम्भिः । भवभवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥१६-११॥
“તેથી પૂર્વે જણાવ્યા મુજબ આ ત્રણ [જીવ, કર્મ અને તથાભવ્યત્વ ચોક્કસપણે બુદ્ધિમાન પુરુષોએ શાંતચિત્ત વડે સંસાર તથા મોક્ષના કારણ તરીકે વિચારવા જોઈએ.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પુરુષાદ્વૈતવાદી વગેરેના મતે સંસાર અને મોક્ષનો ભેદ ઉત્પન્ન થતો ન હોવાથી રાગ-દ્વેષથી જેમનું ચિત્ત દુષ્ટ નથી એવા બુદ્ધિમાન પુરુષોએ પૂર્વે જણાવ્યા મુજબ જીવ અનાદિ પરિણામિક]; કર્મવસ્તુસ-પારમાર્થિક અને તથાભવ્યત્વ