Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 439
________________ કરવાનો પ્રસંગ આવે છે. આવી જ રીતે જો વિજ્ઞાનાતવાદને માનવામાં આવે તો દરેક પ્રાણીને જેનો અનુભવ થાય છે; એવા અનુભવસિદ્ધ રાગાદિનો અભાવ થશે. તેથી રાગાદિને સારી રીતે જોનારાઅનુભવતા એવા પરીક્ષક સઘળાય લોકોનો વિરોધ ઊભો થશે. રાગાદિને બધા જ માને છે. અનુભવાતી વસ્તુનો અપલાપ કરવાનું શક્ય નથી. ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું. /૧૬-ટો આ અગ્નિ, જલ અને પૃથ્વી વગેરે બાહ્ય અને અભ્યત્તર રાગાદિ પરિકલ્પિત સ્વરૂપ જે છે. આવી શક્કાના સમાધાન માટે જણાવાય છે - परिकल्पिता यदि ततो न सन्ति तत्त्वेन कथममी स्युरिति । तन्मात्र एव तत्त्वे भवभवविगमौ कथं युक्तौ ? ॥१६-९॥ ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો ભાવ એ છે કે અગ્નિ વગેરે બાહ્ય અને રાગાદિ અભ્યત્તર પદાર્થો પરિકલ્પિત અવાસ્તવિક અર્થાત્ કલ્પનામાત્રથી નિર્મિત સ્વરૂપવાળા જ હોય તો તે પરિકલ્પિત હોવાથી જ તત્ત્વથી-પરમાર્થથી એ છે જ નહિ. તો પછી જે આ અનુભવાય છે તે ઘટે જ કઈ રીતે? અર્થાત્ કોઈ રીતે એ ઘટી શકે નહીં. કારણ કે તમારા વડે [બૌદ્ધાદિ વડે એ પ્રમાણે સ્વીકારાયું નથી. અને આ પ્રમાણે પુરુષમાત્ર અથવા બોધમાત્ર સ્વરૂપ જ તત્ત્વ હોય તો ભવસંસાર અને ભવનો વિગમ [મોક્ષ) કઈ રીતે સદ્ગત

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450