Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 438
________________ જોઈએ. કારણ કે વાયુ દ્રવ્યસ્વરૂપ છે કે ગુણસ્વરૂપ છે એમાં વિપ્રતિપત્તિ છે. વાદીઓને એનો નિર્ણય ન હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અગ્નિ વગેરેમાં એવો વિવાદ ન હોવાથી તેનો ઉલ્લેખ કર્યો છે. અથવા વાયુનો દ્રવ્યાદિસ્વરૂપે તે તે વાદીને નિર્ણય હોવા છતાં બધી ઈંદ્રિયોથી[કોઈ પણ ઈંદ્રિયથી] તેનો ઉપલંભ થતો ન હોવાથી ગાથામાં વાયુનું ગ્રહણ કર્યું નથી. અથવા સ્પર્શાદિ દ્વારા તેનું જ્ઞાન થતું હોવાથી અગ્નિપદથી તત્સહચરિત વાયુનું ગ્રહણ કર્યું છે. કારણ કે ‘જ્યાં અગ્નિ છે ત્યાં વાયુ છે'-આવું શાસ્ત્રવચન છે. રાગ, દ્વેષ અને મોહ દારુણ છે. તીવ્રસક્લેશરૂપે અસત્[દુષ્ટ] પ્રવૃત્તિના સ્થાન છે-આ પ્રમાણે લોકમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આથી સમજી શકાય છે કે અગ્નિ, જલ અને પૃથ્વી વગેરે બાહ્યતત્ત્વો અને રાગ-દ્વેષ વગેરે અભ્યન્તરતત્ત્વ સર્વજનપ્રસિદ્ધ છે. જો પુરુષાâત જ હોય તો બાહ્ય અગ્નિ વગેરે પદાર્થો સંભવી શકે નહિ. ચૈતન્યસ્વરૂપ પુરુષને છોડીને અગ્નિ વગેરે, ચૈતન્યને છોડીને બીજા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. અગ્નિ વગેરે બાહ્યસ્વરૂપે વર્તતા પદાર્થોમાં ચૈતન્ય માનવામાં આવે તો બધા પદાર્થોનું ચૈતન્યાશ્રય તરીકે પુરુષ આ પ્રમાણે નામાન્તર જ કર્યું ગણાશે. અર્થાર્ આશય એ છે કે પુરુષને છોડીને બીજા પદાર્થો નથી : એવો સિદ્ધાંત નહીં રહે પરંતુ પુરુષ નામને છોડીને બીજા નામવાળા પદાર્થ નથી.. ઈત્યાદિ માનવું પડશે. આવું મનાય તો અમને કોઈ એમાં વિપ્રતિપત્તિ નથી. કારણ કે નામના કારણે કોઈ પદાર્થભેદ થતો નથી. આથી સમજી શકાશે કે પુરુષાદ્વૈતવાદીને પ્રત્યક્ષ[અનુભવ]સિદ્ધ અગ્નિ વગેરે બાહ્ય પદાર્થોનો અપલાપ ૪૩૫

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450