Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 447
________________ પ્રારંભ શક્ય નહિ થાય. ||૧૬-૧૪॥ *** આ રીતે સદ્ધર્મના પરીક્ષક બાલાદિ ભાવોને જણાવીને સમસ્ત પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં સદુપદેશ દ્વારા તેના ફળને વર્ણવાય છે गर्भार्थं खल्वेषां भावानां यत्नतः समालोच्य । पुंसा प्रवर्त्तितव्यं कुशले न्यायः स्तामेषः || १६ - १५॥ “આ ભાવોના ગર્ભિતાર્થનો પ્રયત્નપૂર્વક સારી રીતે વિચાર કરીને જ પુરુષોએ કુશલ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સજ્જનોનો માર્ગ છે.”-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-આ પૂર્વે જે પદાર્થોનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું તે ભાવોના [પદાર્થોના ભાવાર્થને પ્રયત્નથી સૂક્ષ્મ બુદ્ધિ વડે સારી રીતે વિચારીને જ પુરુષોએ, કુશલ-પુણ્યના કારણ હોવાથી કુશલ એવા સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સત્પુરુષોનો ન્યાય-અવિચલિત માર્ગ છે, એનાથી બીજો કોઈ માર્ગ નથી. ।।૧૬-૧૫થી *** સદ્ધર્મ પરીક્ષકાદિ પૂર્વે જણાવેલા એ ભાવો આપશ્રીએ ક્યાંથી અને શા માટે વર્ણવ્યા-આવી શકાનું સમાધાન કરાય છે एते प्रवचनतः खलु समुद्धृता मन्दमतिहितार्थं तु । आत्मानुस्मरणाय च भावा भवविरहसिद्धिफलाः ॥ १६-१६॥ ૪૪૪

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450