Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 446
________________ પોતાની માન્યતાના આગ્રહના કારણે[પક્ષપાતના કારણે] તત્ત્વના વિષયમાં અપ્રીતિસ્વરૂપ દ્વેષ થતો હોય છે. તેના પરિહારથી અદ્વેષ નામનું પ્રથમ તત્ત્વાડ્ગ પ્રાપ્ત થાય છે, જે તત્ત્વની પ્રવૃત્તિનો પ્રારંભ કરાવે છે. જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે. તત્ત્વજ્ઞાનની ઈચ્છાને જિજ્ઞાસા તરીકે અહીં વર્ણવી છે, તે અદ્વેષપૂર્વક હોય છે. તત્ત્વજ્ઞાનની પ્રત્યે દ્વેષ હોય તો તેની ઈચ્છા ન થાય-એ સમજી શકાય છે. બોધના પ્રવાહની સેર[સરવાણી]જેવી શુશ્રુષા છે. શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. જિજ્ઞાસાપૂર્વકની એ શુશ્રુષા યોગનું ત્રીજું અફ્ળ છે. તત્ત્વશુશ્રુષા જેનું કારણ છે તેવા શ્રવણને[સાંભળવું તેને] યોગનું ચોથું અફ્ળ કહેવાય છે. તત્ત્વશ્રવણના કારણે વિવક્ષિત અર્થનો તત્ત્વવિષયક જે અવગમપરિચ્છેદ થાય છે; તેને બોધ કહેવાય છે. એ બોધ પછી થનારી સદ્વિચારસ્વરૂપ તત્ત્વવિષયક જમીમાંસા સ્વરૂપ યોગનું છઠ્ઠું અગ છે. મીમાંસા પછી સર્વથા ભાવથી વિશુદ્ધ નિશ્ચયસ્વરૂપ ‘આ, આ પ્રમાણે જ છે' આવા પ્રકારની જે પરિચ્છિત્તિ[જ્ઞાન] થાય છે; તેને પ્રતિપત્તિ કહેવાય છે. પ્રતિપત્તિ પછી તત્ત્વવિષયક જે અનુષ્ઠાન-પ્રવૃત્તિ થાય છે, તેને યોગના આઠમા અગ-પ્રવૃત્તિસ્વરૂપે અહીં વર્ણવી છે. ગાથામાંનું પ્રવૃત્તિઃ આ પદ બીજી વાર અન્વિત થાય છે. તેથી ગાથાનો અર્થ એ થાય છે કે તત્ત્વના વિષયમાં થનારી પ્રવૃત્તિ અષ્ટાગિકી છે. અર્થાત્ અદ્વેષ નિજ્ઞાસા વગેરે આઠ અડ્ગોથી તત્ત્વ[યોગ]ની પ્રવૃત્તિ થાય છે. તેથી મૂલાગમના એકદેશ સ્વરૂપ આગમાન્તરમાં દ્વેષ કરવો ના જોઈએ. અન્યથા દ્વેષ કરવાના કારણે યોગનો[તત્ત્વનો] ૪૪૩

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450