Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 440
________________ થાય ? અર્થાત્ કોઈ પણ રીતે સઙ્ગત નિહિ થાય. II૧૬-૯॥ *** આ બાહ્યાદિભાવો પરિકલ્પિત નથી-આવું કેમ કહેવાય છે ? આ પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે પરિકલ્પનાનો જ અભાવ હોવાથી એ પ્રમાણે કહેવાય છે'- આ પ્રમાણે જણાવાય છે. અર્થાત્ પરિકલ્પનાનો અભાવ હોવાથી પરિકલ્પિતનો અસંભવ છે : એમ જણાવાય છે . परिकल्पनापि चैषा हन्त विकल्पात्मिका न सम्भवति । तन्मात्र एव तत्त्वे यदि वाऽभावो न जात्वस्याः ॥१६-१०॥ વિકલ્પાત્મક આ પરિકલ્પના પણ સંભવતી નથી. અથવા જો તન્માત્રતત્ત્વ હોય તો ક્યારે પણ આ પરિકલ્પનાનો અભાવ નહિ થાય.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પરિકલ્પના વિકલ્પસ્વરૂપ છે અને વિકલ્પ વસ્તુશૂન્યબોધ સ્વરૂપ છે. આ વઘ્યાનો પુત્ર છે.’....ઈત્યાદિ આકારવાળો બોધ વસ્તુશૂન્યબોધ છે. જે વસ્તુ નથી તેના બોધને વિકલ્પ કહેવાય છે અને વિકલ્પસ્વરૂપ પરિકલ્પના છે. આ પરિકલ્પનાનો સંભવ નથી, કારણ કે પુરુષમાત્ર અથવા જ્ઞાનમાત્ર સ્વરૂપ જ તત્ત્વ હોય તો તેનાથી અતિરિક્ત કોઈ પણ પદાર્થ ન હોવાથી પરિકલ્પનાનું કોઈ બીજ[કારણ] નથી. નિર્બીજ વસ્તુનો સંભવ શક્ય નથી. આમ તો નિર્બીજ વસ્તુનો સંભવ જ નથી. પરંતુ તમારા જણાવ્યા મુજબ [અભ્યુપગમવાદથી] એ પરિકલ્પનાને સ્વીકારી લઈએ તોપણ બાહ્યાન્તર[અગ્નિ વગેરે અને રાગાદિ] ૪૩૭

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450