Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 437
________________ જ શક્ય બને કે જ્યારે પારમાર્થિક રીતે અવિદ્યાદિ અર્થાન્તરને ભેદક તરીકે તેઓ સ્વીકારે. પરંતુ એમ કરવાથી તેમને સિદ્ધાંતહાનિનો પ્રસંગ આવશે. ૫૧૬-૭ના **** પુરુષાદ્વૈત અથવા વિશિષ્ટબોધમાત્ર પરતત્ત્વસ્વરૂપ કેમ થતું નથી, તે જણાવાય છે અર્થાત્ પુરુષાદ્વૈત અથવા વિશિષ્ટબોધમાત્ર સ્વરૂપ પરતત્ત્વ માનવામાં પ્રત્યક્ષના બાધનો પ્રસઙ્ગ જણાવાય છે अग्निजलभूमयो यत्परितापकरा भवेऽनुभवसिद्धाः । रागादयश्च रौद्रा असत्प्रवृत्त्यास्पदं लोके ॥ १६-८ ॥ “અગ્નિ, જલ અને પૃથ્વી પરિતાપને કરનારાં છે, કારણ કે સંસારમાં એ પ્રમાણે તે અનુભવસિદ્ધ છે. તેમ જ રાગ, દ્વેષ અને મોહ; લોકમાં અસત્પ્રવૃત્તિના સ્થાન હોવાથી રૌદ્ર સ્વરૂપે અનુભવસિદ્ધ છે.’- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-અગ્નિ, જલ અને પૃથ્વીઃ આ પદાર્થો સંસારમાં અનુભવથી સિદ્ધ છે કે તે પરિતાપને કરનારાં છે. પરમાર્થથી દુઃખનો અનુભવ કરાવનારાં હોવા છતાં કોઈ વાર વિષયજન્ય સુખના અનુભવને કરાવતાં હોય છે. પરંતુ એ સુખ ભાવથી દુઃખરૂપ હોવાથી પરમાર્થથી અગ્નિ, જલ અને પૃથ્વીને અહીં પરિતાપ કરનારા તરીકે જણાવ્યાં છે. ગાથામાં અગ્નિ આદિ ત્રણને જ પરિતાપકર ગણાવ્યાં છે. વાયુને કેમ ગણાવ્યો નથી ? શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ તો છે અને લોકમાં તે પ્રસિદ્ધ છે'-આવી શંકા નહિ કરવી ૪૩૪

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450