Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 430
________________ તે અવસ્થાઓ; આ અવસ્થાન્તર દોષરહિત શુદ્ધગુણોની અવસ્થા સ્વરૂપ પરતત્ત્વમાં જ સફ્ળત થાય છે, બીજે ક્યાંય એ સફ્ળત થતી નથી. ।।૧૬-૪ *** પૂર્વોક્ત આ બધું તે તે દર્શનશાસ્ત્રમાં વર્ણવેલું વસ્તુતત્ત્વના જેવા સ્વરૂપમાં સઙ્ગત થાય છે તે સ્વરૂપને જણાવાય છે - परिणामिन्यात्मनि सति तत्तद्ध्वनिवाच्यमेतदखिलं स्यात् । अर्थान्तरे च तत्त्वेऽविद्यादौ वस्तुसत्येव ॥ १६-५॥ પરિણામી આત્મા હોતે છતે તેમ જ અવિદ્યાદિ સ્વરૂપ અર્થાન્તર તત્ત્વ વાસ્તવિક જ હોય તો તે તે શબ્દોથી [વિશેષગુણરહિતાદિ શબ્દોથી વર્ણવેલું બધું ઘટે છે.’-આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. તેના પરમાર્થને સમજાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે-અન્યથા અન્યથા ભિન્ન ભિન્ન સ્વરૂપે] થનારા પણ અર્થની વિદ્યમાનતાને પરિણામ કહેવાય છે. કોઈ સ્વરૂપે વિધમાન એવા કોઈ સ્વરૂપે અવિદ્યમાનની અન્વયવિશિષ્ટ વ્યતિરેક અવસ્થાને પરિણામ કહેવાય છે. દ્રવ્યની પૂર્વસ્વરૂપે નિવૃત્તિ અને ઉત્તરસ્વરૂપે ઉત્પત્તિ : એ પરિણામ છે. મૃ[માટી]દ્રવ્યની પિણ્ડસ્વરૂપે નિવૃત્તિ અને ઘટસ્વરૂપે ઉત્પત્તિ : એ મૃદ્રવ્યનો પરિણામ છે. એવા પરિણામવદ્ દ્રવ્યને પરિણામી કહેવાય છે. મોક્ષને માનનારા બૌદ્ધો, સાખ્યો, નૈયાયિકો આદિ પરદાર્શનિકોને અને સ્વદાર્શનિકોને[આપણને] આત્માની સત્તામાં ૪૨૭

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450