Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 434
________________ સિદ્ધિ થાય છે. તેથી દરેક જીવની, તીર્થકરસિદ્ધત્વાદિ ફળવિશેષના કારણે યોગ્યતા જુદી જુદી છે એમ માનવાની આવશ્યકતા નથી. અર્થસમાજ[અનેક કાર્યોની સામગ્રીઓથી તે સિદ્ધ થઈ શકે છે. પરંતુ અમુક કાર્યમાં સિદ્ધત્વવત્ત્વ અને અમુક કાર્યમાં તીર્થકરતાદિવિશિષ્ટ સિદ્ધત્વવત્ત્વ-આવું જ બને છે તે ઉપર જણાવ્યા મુજબ યોગ્યતાવિશેષને લઈને છે. યોગ્યતા સામાન્યથી તો એક જ પ્રકારનું કાર્ય થતું હોય છે. યદ્યપિ તે તે કાર્યમાં, તે તે ધર્મવત્ત્વતિીર્થંકરસિદ્ધત્વાદિમાં તે તે ધર્મોની સામગ્રીઓનો સમુદાય પ્રયોજક છે. તેથી યોગ્યતાવિશેષ માનવાનું આવશ્યક નથી. પરંતુ તે તે ઘર્મવત્ત્વની સિદ્ધિમાં પ્રયોજક તરીકે માનેલી સામગ્રીઓના સમાજના પ્રયોજક તરીકે બીજું પણ પ્રયોજકાન્તર માનવું પડશે. પછી તે પ્રયોજકાન્તરના પણ પ્રયોજક તરીકે પ્રયોજકાન્તરાન્તર માનવાનો પ્રસંગ આવશે અને તેથી અનવસ્થા આવશે. એ જોતાં તો ફળભેદની પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ યોગ્યતાને માનવાનું જ ઉચિત છે. બીજ પછી અંકુર, એની પૂર્વે બીજ, એની પૂર્વે અક્રઃ આ ક્રમે બીજાકુરની જેમ આ અનવસ્થાને પ્રામાણિક પુરુષો દોષ માટે ન માનતા હોય તો તે તે નિયતધર્મકકાર્ય-શ્રિતીર્થકરતવિશિષ્ટસિદ્ધત્વાદિ]નો નિયામક એવો તે સામગ્રી- સમાજ જ કથંચિત્ એકરૂપે પ્રતિભાસિત થતો પરિણામિ-ભવ્યત્વસ્વરૂપ[યોગ્યતાવિશેષસ્વરૂપ સ્વીકારે તોપણ સ્યાદ્વાદશૈલીથી કોઈ દોષ નથી. કારણ કે તથાવિધ કાર્યનો નિયામક અર્થસામગ્રી) સમાજ અનેકત્વરૂપે ભાસિત થાય તો તેને પ્રયોજક માને અને એકસ્વરૂપે પ્રતિભાસિત થાય

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450