Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 432
________________ તે બંધાદિ કાર્ય કઈ રીતે કરશે ? ઈત્યાદિ સ્પષ્ટપણે સમજી લેવું. .૧૬-પા ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી અને અવિદ્યાદિને પારમાર્થિક સત્ માની લેવાથી આ બધું ઘટી શકે છે કે પછી મુક્તામુક્ત અવસ્થાઓનો ભેદક બીજો પણ કોઈ હેતુ છે-આ શકાના સમાધાન માટે જણાવાય છે અર્થ પરતત્ત્વ વગેરે જે રીતે સદ્ગત થાય છે તે જ જણાવાય છે तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा नियमात् । परिभावनीयमेतद् विद्वद्भिस्तत्त्वदृष्ट्योच्चैः ॥१६-६॥ “અવિવાદિની સાથે સંબંધ થવાની જુદી જુદી યોગ્યતા આત્મામાં હોય તો જ પૂર્વે જણાવેલું બધું ઘટી શકે છે, બાકી ન જ ઘટી શકે. ચોક્કસ રીતે તત્ત્વદૃષ્ટિથી વિદ્વાનોએ સારી રીતે તેનું પરિભાવન કરવું જોઈએ.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. તેના પરમાર્થને જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે - : આત્માથી ભિન્ન એવા વાસ્તવિક અવિદ્યાદિ પદથી વર્ણવેલા કર્મની સાથે સંબંધ[આત્માને કર્મબંધની જુદી જુદી જે યોગ્યતા છે તે વાસ્તવિક હોય તો જ આત્માને પરતત્ત્વની પ્રાપ્તિ સંભવે છે. જીવનો કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાનો સ્વભાવ યોગ્યતા છે. એ સ્વભાવ અનાદિકાલીન પારિણામિક ભવ્યત્વ સ્વરૂપ સહજમલરૂપ અને મુક્તાવસ્થામાં નિવૃત્ત થનારો છે. આવા સ્વભાવને અહીં યોગ્યતા તરીકે વર્ણવ્યો છે. એ યોગ્યતા અનેક પ્રકારની છે. કારણ કે સર્વ જીવોની

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450