Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 428
________________ સર્વથા તુચ્છ [અભાવરૂપ] આત્મા; પ્રથમ દોષવત્ એવો તે દોષના અભાવવાળો થયો : આવી બીજી જાતિને પામી ન શકે. ખર[ગઘેડો]શૃંગાદિની જેમ સર્વથા અસત્[તુચ્છ] વસ્તુ અવિદ્યારહિત અવસ્થાને પરમાર્થથી પ્રાપ્ત કઈ રીતે કરે ? આથી બૌદ્ધદર્શનાભિમત મુક્તિસ્થળે આત્મા તુચ્છ હોવાથી તેને જાત્યન્તરની પ્રાપ્તિ ઉપર જણાવ્યા મુજબ થઈ શકશે નહિ. યદ્યપિ વિધ્યા[બુઝાઈ ગયેલ]દીપકલ્પ મુક્તિને માનનારના મતે જાત્યન્તરની પ્રાપ્તિ ન થવી ઃ એ દોષ નથી. પરંતુ ખરી રીતે તેવું મુક્તિનું સ્વરૂપ માનવાનું જ બરાબર નથી. કોઈ પણ આત્મા પોતાના અભાવ માટે પ્રવૃત્તિ કરતો નથી. સર્વથા સ્વાભા[તુચ્છ]સ્વરૂપ મુક્તિને માની લેવાય તો મોક્ષ માટે કોઈ પ્રવૃત્તિ જ નહીં કરે. મોક્ષ તો પુરુષની કામનાદિનો વિષય હોવાથી સર્વથા અભાવ સ્વરૂપ તેને માનવાનું ઉચિત નથી. ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધજ્ઞાનાદિના અભાવ સ્વરૂપ શુદ્ધજ્ઞાનાદિગુણયુક્ત આત્મદ્રવ્ય સ્વરૂપ મોક્ષ તો પરતત્ત્વાવસ્થામાં જ સફ્ળત બને છે. આથી સર્વથા સંતાનના ઉચ્છેદ સ્વરૂપ વિધ્યાત દીપકલ્પ] મોક્ષને માનનારા કેટલાક બૌદ્ધોના મતનું નિરાકરણ થાય છે. કારણ કે આવા મોક્ષ માટે કોઈ જ પ્રવૃત્તિ નહીં કરે : એ દોષ છે. તેમ જ શુદ્ધક્ષણની ઉત્પત્તિ સ્વરૂપ મોક્ષને માનનારા કેટલાક બૌદ્ધોના મતનું પણ નિરાકરણ થાય છે. કારણ કે એ ક્ષણ સર્વથા પૂર્વક્ષણની સાથે અનન્વિત હોવાથી એકની મુક્તિને બીજાની પણ મુક્તિ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તે સ્વરૂપ સાકર્ય [મુક્તિસા] દોષ આવશે. ૪૨૫

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450